________________
૨૪૪
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
––
1320
લઈને આને માનવું એ પણ એક જાતનું મિથ્યાત્વ જ છે. અજ્ઞાનીની વાત સાંભળી જ્ઞાનીની વાત માનવામાં જ્ઞાનીની કિંમત કયાં રહી! વનસ્પતિમાં જ્ઞાનીઓએ જીવ કહ્યા તે નહોતા માનતા પણ બીજાએ કહ્યું એટલે માન્યા. એ કહેનાર પણ કહે છે કે “આ તો મારી કલ્પના છે, કલ્પના તો કાલે ફરી પણ જાય' છતાં એ વાત માને પણ જ્ઞાનીની વાત ન માને. આવી આજના કેટલાકોની દશા છે અને એવી દશામાં પડેલાઓ પૈકીના કોઈ કોઈ તો કહે છે કે “કંદમૂળમાં અનંત જીવો કહેનારા સાધુને સંઘરવા નહિ કારણ કે એ ખાવાનું બંધ કરાવી, નમાલા બનાવે છે', પણ એ બિચારાઓને ખબર નથી કે એ બધી વાત અનંતજ્ઞાનીઓએ એકાંતે કલ્યાણ માટે જ કહી છે. એ તારકોની ભાવના એ હતી કે આ બધા હિંસામાં તો પડેલા છે એ અનંત જીવોની હિંસાથી બચે. આવા ઉત્તમ ધ્યેયની સામે ટીકા કરવાની ભાવના જેવી બીજી અધમતા કઈ હોઈ શકે ? અનંતજ્ઞાની સામે પણ જેને દુર્ભાવ આવે કે જેમણે કંદમૂળાદિમાં અનંત જીવ બતાવ્યા છે, તેઓને તમારા અમારા પ્રત્યે દુર્ભાવ આવે એમાં નવાઈ શી ! પોતાની ખાવાની લાલસા ખાતર જે શ્રી જિનેશ્વરદેવ સામે દાંતિયાં કરે તે તમને અમને શું ન કરે ?
એવાઓ ભલે ગમે તેમ કરે પણ તમે સમજો કે દુનિયાની કોઈપણ પાપપ્રવૃત્તિની છૂટ આ શાસન આપતું નથી, પણ પાપપ્રવૃત્તિથી બચાવવાની જ વાત કરે છે. સ્થાવર જીવોની પણ હિંસા કરવાનું આ શાસ્ત્ર કહેતું નથી. જ્ઞાનીઓ તો કહે છે કે બધા એવા થાઓ કે હિંસા ન કરો, એવા ન થાઓ તો ત્રસની હિંસા ન કરો. આ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્રને વ્યવહારમાં ભેળસેળ કરવાની મૂર્ખાઈ ન કરો તો ઘણા રસ્તા ઊઘડે.
આજ તો એ ચડસ છે કે “શાસ્ત્રના નામે કરવું, અને જે શાસ્ત્ર છૂટ ન આપે તેને શાસ્ત્ર જ ન માનવું.” આજે સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે કે જે બુદ્ધિમાં બેસે તે જ શાસ્ત્ર. આ સિદ્ધાંત પુસ્તકારૂઢ થાય છે અને એના અમલનો જ આજે ઉત્પાત છે. કોઈ એમને પૂછે કે “આ કયાંથી લાવ્યા ? શાથી જાણ્યું ? જવાબમાં કહે છે, અનુભવથી. પૂછો કે શાથી અનુભવ થયો ? તો કહે કે શાસ્ત્ર ભણ્યો નથી. પછી એને કહો કે શાસ્ત્ર ભણ્યા નથી તો તમારી આ માન્યતાને બહાર ન મૂકો. તો કહે કે મૂકવાનો. કોઈ પૂછે કે, એમ કેમ ? તો કહે કે “મારી મરજી'. આ બધા ઉત્તરો છપાયેલા છે. આવાઓ આજે મહાત્મા ગણાય છે. ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org