________________
1920 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 – ૨૪૩
શ્રી કુરગડુ' નામના ઋષિવરને ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું. એ મહાત્માને એવો અંતરાય હતો કે નવકારશી પણ મુશીબતે કરી શકતા. પર્વના દિવસે પણ ખાતા, પણ માનતા કે “હું ભાગ્યહીન છું, મારાથી બનતું નથી.” એક પર્વ દિવસે પોતે આહાર લાવ્યા એમાં તપસ્વીઓ પાત્રમાં ઘૂંક્યા. એ માને છે કે તપસ્વીઓએ તુષ્ટમાન થઈ મુખનું અમૃત આપ્યું. એ જ આહાર પોતે વાપરે છે. વિચારો કે સ્વાદનો અર્થી વાપરે ? તપ થતો હોત તો ખાત જ નહિ, પણ તપ થતો નહોતો; પણ ભાવના તપની જ હતી માટે જ ખાતાં ખાતાં ભાવનાના યોગે કેવળજ્ઞાન થયું. કવળ (કોળિયો) એ કેવળનું કારણ નહોતું પણ કોળિયા પ્રત્યેની નિર્મમતા એ કેવળનું કારણ હતું. સંયમયાત્રા નિર્વહ એટલો આહાર મુનિ લે પણ ભૂખ હોય એટલો કે એમ નહિ. સભા : ખાવાની છૂટ તો ખરી ને ?
છૂટ તો છે જ નહિ. તાકાત હોય તો અનશન કરે પણ એ નથી થતું, એનાથી આર્ત-રૌદ્રમાં લેપાઈ જવાય છે માટે સંયમયાત્રાના નિર્વાહ પૂરતો આહાર લેવાનો છે. “ખાવામાં ન રાસો' શક્તિમાન આત્માને ખાવાનું કહેવા જેવી દયા જ્ઞાનીને નથી આવતી. કોઈ એવું અનશન કરે એમાં જ્ઞાની તો ખુશ છે. એ જ કારણે દુનિયાની અને આ જ્ઞાનીઓની દયામાં ભેદ છે.
સભા : તંદુરસ્તી સારી હોય તો ધર્મ થાય ને?
પહેલું સુખ તે જાતે નર્યા અને પછી ભલે એના દાડા ફર્યા. એવું માનનારા માટે એ નથી ! રુક્ષ આહારથી પુદ્ગલ દુઃખી થતું નથી. રસ રોગનું કારણ છે એમ વૈદક શાસ્ત્ર પણ કહે છે. રોગો એ પ્રાયઃ રસના ઘરના છે. પુગલને પુગલ જોઈએ એ વાત સાચી પણ આત્માને પુગલમય ન બનાવાય. શ્રદ્ધાની ખામી :
આજે છતી સામગ્રીએ સુખ નથી, ખાતે પીતે ઉપાધિનો પાર નથી, એ દશા શાથી ? એથી જ કે જ્ઞાનીઓના કથન ઉપર શ્રદ્ધા અને શ્રદ્ધા મુજબ શક્તિ મુજબની પણ પ્રવૃત્તિ નથી. દેહશુદ્ધિ માટે પંદર દિવસે એક ઉપવાસ કરવો એવી ડૉક્ટરી થિયરી નીકળી છે અને જ્ઞાનીઓએ તો પાપના પ્રાયશ્ચિત્ત માટે પંદર દિવસે એક ઉપવાસ નિયત કર્યો છે. જ્ઞાનીઓનું કહ્યું નહોતા માનતા, પણ શરીરના હિત માટે કહ્યું ત્યારે માન્યું કે આપણા શાસ્ત્રમાં પણ છે ખરું. એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org