________________
૨૪૨ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
13
પૌષધશાલા જોઈએ કે વિલાસભવન ? આજના તો કેટલાક કહે છે કે વિલાસભવનમાં રહેવા છતાં પણ જેનો વિરાગ ટકે તે સાચો વિરાગી, પણ પરમ અનુભવી શ્રી તીર્થંકરદેવ એમ નથી કહેતા. વિલાસભવનમાં વિરાગ ટકવો એ અશક્ય છે. એ જ કારણે એ એકાંત ઉપકારી પુરુષસિંહોએ ફરમાવ્યું છે કે “મુનિએ પણ સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિમાં રહેવું જોઈએ.' શ્રી અરિહંત પરમાત્મા તથા શ્રી સિદ્ધભગવાન સમક્ષ પ્રતિજ્ઞા કરનાર સાધુને પણ એવી અયોગ્ય વસતિમાં રહેવાનો નિષેધ કર્યો છે, આ છતાં પણ એ વસ્તુનો સ્વીકાર નહિ કરનારા એમ જ માનતા લાગે છે કે “પ્રતિજ્ઞાવાળા મુનિથી એ સંસર્ગમાં ન રહેવાય અને પ્રતિજ્ઞાહીનોથી રહેવાય, કારણ કે એમને અસર ન થાય !” પણ ઉપકારી પરમજ્ઞાનીઓએ તો એ જ ફરમાવ્યું છે કે પ્રતિજ્ઞામાં ધીર એવાને પણ આલયવિહારશુદ્ધિ જોઈએ. આથી સ્પષ્ટ છે કે બાહ્ય સંસર્ગોમાં રસપૂર્વક રહેવા છતાં પોતે હૃદયથી વિરાગી છે એમ કહેનારા સાચા નથી પણ દંભી છે : કારણ કે હૃદયના વિરાગીને તો એવા સંસર્ગોમાં રહેવાની ઇચ્છા જ ન હોય. અચાનક ખરાબ સંસર્ગમાં આવી જવાય તો મક્કમ રહેવું, પણ બને ત્યાં સુધી તો ખરાબ સંસર્ગમાં જવું કે રહેવું જ ન જોઈએ.
સંયમઘાતક પ્રવૃત્તિથી બચવા માટે સાધુ ગમે તેવા કાળમાં પણ વિહાર કરી જાય, વરસાદની ઝડીઓમાં પણ ચાલી નીકળે. બે સાધુ અને બે સાધ્વી ભિક્ષાએ નીકળ્યાં હોય અને વરસાદના યોગે એક જગ્યામાં આવી ગયાં તો શાસ્ત્ર કહે છે કે એ વખતે જો પાંચમો કોઈ દેખનાર હોય અગર લોકની અવરજવર હોય તો જ એ ઊભા રહે, નહિ તો ભરવરસાદમાં પણ બે સાધુ અગર બે સાધ્વી ચાલી જાય. એક પણ દેખનાર હોય તો અપ્લાયની વિરાધના અટકાવવા ઊભા રહે, નહિ તો ચાલ્યાં જાય, બાધક સંસર્ગ ક્યારે અસર કરશે તે ન કહેવાય. હૃદયનો વિરાગી બાધક સંસર્ગમાં આનંદથી કેમ જ રહે ? ખાતાં ખાતાં કેવળજ્ઞાન, પણ કેમ ?
પિંડપોષણ માટે આહાર લેનાર રોટલી સાથે શાક કેમ નથી, એ પૂછે ? ગળે ઉતારવા માટે એને શાકની જરૂર લાગે ? સાધન આવી જાય અને લઈ લે એ વાત જુદી. સાધન વિના નથી ચાલતું એ ખામી. શરીરના નિર્વાહ માટે જોઈએ એ માન્યું, એ માટે પાશેર કે શેર જોઈએ પણ પિંડકોળિયો ઉતારવા શાક વગેરે પણ સાથે જોઈએ એ થાય, ત્યાં એટલી ખામી માર્ચે જ છૂટકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org