________________
1327 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 — ૨૪૧ શક્યા પણ એવામાં એ ભીંત સાથે ટિચાયો એની તમને ખબર પડે તો તમારા મનમાં “ઠીક થયું, ભલે ટિચાયો', આ પ્રમાણે થાય કે નહિ ? સમ્યગ્દષ્ટિએ તો ટિચાયેલા દુશ્મનને પણ બચાવવા જવું જોઈએ, જ્યારે આજની દશા શું છે એ વિચારશો તો સમજાશે કે જગતમાં પારકાના દુઃખ જાયે-અજાણ્યે પણ સુખી થનારની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. સંસર્ગની અસર :
પારકા દુઃખે સુખી થનારાઓની સંખ્યા ઓછી નથી, પણ આજે તો રૂપાંતરે એવી જ વસ્તુના ઉપદેશકોનો પણ રાફડો ફાટ્યો છે. આવા કારમાં વાતાવરણમાં જનતાની ધર્મભાવના ટકવી સહેલી નથી, કારણ કે સારા આત્માઓ ઉપર પણ ખોટા સંસર્ગની અસર થયા વિના નથી રહેતી; એ જ કારણે ઉપકારીઓનો એ ઉપદેશ છે કે “શુદ્ધ હૃદયી આત્માઓએ પણ સારા સંસર્ગમાં જ રહેવું અને ખરાબ સંસર્ગથી તદ્દન અલગ થવું.' ખરાબ સામગ્રી આત્માને એક ક્ષણમાં ખરાબ કરી નાખે છે અને ખરાબ સામગ્રી જો ન હોય તો ખરાબ વિચાર પણ નિષ્ફળ જાય છે. દૃષ્ટાંત તરીકે કલ્પો કે “હાથમાં તલવાર હોય, શરીરમાં બળ હોય અને ખૂનનો વિચાર થાય તો વાર ન લાગે પણ ખૂનનો વિચાર હોવા છતાં હાથમાં તલવાર ન હોય તો ?” કહેવું જ પડશે કે ખૂનનો વિચાર નિષ્ફળ પણ ચાલ્યો જાય, કારણ કે એ લેવા જાય ત્યાં તો ભાવનામાં પરિવર્તન થાય; આથી જ વ્યવહાર પણ કહે છે કે “અણી ચૂક્યો સો વર્ષ જીવે.” શાસ્ત્ર પણ કહે છે કે અપ્રશસ્ત કષાયાદિકના આવેશ વખતે કોઈપણ કામ ન કરો. જો એ વખતે કામ મુલતવી રાખશો તો ખરાબ નહિ થાય. “પાપ કરવાનો વિચાર થાય ત્યારે વિચાર મુજબના પાપને આચરવા પૂર્વે પાંચ કદમ પાછા હઠવું.” આવા આવા સામાન્ય નિયમથી પણ પરમ ધર્માત્મા બન્યાના પ્રસંગો અનેક શાસ્ત્રોમાં દૃષ્ટિગોચર થાય છે, કારણ કે યોગ્ય સંસર્ગના પ્રતાપે અયોગ્ય આત્માઓ પણ એવા સામાન્ય જેવા નિયમથી ધર્મને પામ્યા છે અને પાલનના પરિણામે થતા લાભને જોઈ પરમ ધર્માત્મા બની ગયા છે.
અયોગ્ય સંસર્ગ જેમ આત્માને પાયમાલ કરે છે તેમ યોગ્ય સંસર્ગ આત્માને ઉન્નત બનાવે છે માટે નિશ્ચિત કરો કે નિર્વેદ અને વૈરાગ્યના અર્થીઓએ અયોગ્ય સંસર્ગનો ત્યાગ કરી યોગ્ય સંસર્ગમાં જ રહેવું જોઈએ. શું અયોગ્યના સંસર્ગમાં રહેવાથી હૃદયમાં નિર્વેદ કે વૈરાગ્ય ટકે ? વિરાગીનો વૈરાગ્ય ટકાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org