________________
૨૪૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
પારકાને દુ:ખે સુખી ?
સભા : બીજાના દુ:ખથી સુખ કેમ થાય ?
અરે ભાગ્યશાળી ! એવા અધમાધમ આત્માઓની આ દુનિયામાં ખોટ નથી, પરના દુઃખથી સુખ માનનારા આત્માઓ દુનિયામાં કાંઈ ઓછા નથી. એવા પણ દરિદ્રી છે કે શ્રીમાનને દરિદ્રી ક૨વા ઇચ્છે છે. કેટલાક એવા પણ છે કે જે પોતાને સર્વશુદ્ધ મનાવવા સામાની પાયમાલી કરે છે. સામાનો અશુભોદય હોય તો ભલે એ જરા ફાવે, મહાલે બાકી પરિણામે પાયમાલી તો એની પોતાની જ થાય છે. ‘બીજો દુઃખી થાય ત્યારે પોતાને આનંદ આવે એવા ઘણા પડ્યા છે.’ એ જ કારણે એવી કહેવત છે કે દુશ્મનના દુશ્મન તે મિત્ર. પોતાના દુશ્મનનો દુશ્મન ગમે તેવો હોય, પણ જો તે પોતાના દુશ્મનનું ખરાબ કરતો હોય તો એ એને પોતાનો મિત્ર બનાવે. સામાના દુ:ખમાં રાજી થના૨ની જ એ માન્યતા છે. એ માન્યતાના પ્રતાપે સામાની દુશ્મનાવટ ખાતર દુષ્ટની મિત્રતા પોતાની શી હાલત કરશે એનો ખ્યાલ જ ન રહે. એ આવે તો તો ધર્મ આપોઆપ જ આવે અને જેનામાં ધર્મ આવે તેને તો એવા વિચાર જ ન આવે. આથી એવી કહેવત પણ છે કે ‘દુશ્મન મળો તો દાનો મળજો' કે જેની સામે ઊભા રહેતાં પણ શરમ ન આવે; એટલું જ નહિ પણ એવાની સામે તો ઊભા રહેતાં ઊલટો આનંદ થાય. સાચા ક્ષત્રિયોની દુશ્મનાવટ આ જાતની હતી. દુશ્મન પડે તો પણ એને ઊભો કરતા. આથી જ દાના દુશ્મનને પહોંચાય. એનાથી હારીએ તો પણ નુકસાન નહિ અને જીતીએ તોય વાંધો નહિ કેમ કે એ દાનો છે.
Jain Education International
1326
એવા પણ પરદુઃખે સુખી થનારા આત્માઓ પડ્યા છે કે જેઓ કુતૂહલથી કીડી મંકોડીને મારે છે, સોયમાં ઘોંચે છે અને એને ટળવળતાં દેખી એમને આનંદ થાય છે. કેટલાક કૂતરાંને ચીસો મરાવવા સોટીઓ મારે છે અને એની ચીસમાં આનંદ માને છે. એવા પણ ઉપદેશકો છે કે ‘જેઓ કૂતરાંને રોટલાનો ટુકડો નહિ નાખવો એ પાપ છે પણ નાખવો એ તો મહાપાપ છે’ આવો ઉપદેશ ઊલટભેર આપી શકે છે ! બળિયા સામે ખમી ખાવાનો ઉપદેશ આપનારા નબળાઓનો નાશ કરવાનો ઉપદેશ આનંદથી આપે છે ! વળી તમે પણ ઇર્ષ્યારહિત કે સર્વથા વૈરરહિત તો નથી ને ! તમને અમુક સાથે વૈર હોય એના ઉપર જો આપત્તિ આવે તો તમને કેમ થાય છે એ ખૂબ વિચારો. તમને મારીને કોઈ ભાગ્યો અને તાકાતના અભાવે તમે એને મારી તો ન
For Private & Personal Use Only
www.jainelibrary.org