________________
——— ૧૩ : દુર્ગતિનાં દારુણ દુ:ખ અને એનાં કારણો 83
૨૩૯
આટલા સામાન્ય વર્ણન ઉપરથી પણ તમે સમજી શકશો કે ચારે ગતિમાં નરકત એ ઘણી જ કારમી ગતિ છે. ખુદ શાસ્ત્રકાર મહર્ષિ પોતે જ ફરમાવે છે કે નરકમાં રહેલા જીવોની વેદનાનું વર્ણન એ વચનાતીત છે. ઉપકારીઓના આ કથન ઉપર શ્રદ્ધા નહિ ધરનારા બિચારા મિથ્યાત્વમાં જ સબડે છે અને એ મિથ્યાભાવનાના યોગે સદાને માટે સ્વછંદી બની પાપની પ્રવૃત્તિથી નિર્ભીક બને છે, અને આ દુર્લભ એવા માનવજીવનની પ્રાપ્તિને એળે ગુમાવી દે છે. આવા ધર્મસામગ્રીથી ભરપૂર માનવજીવનને પામીને તો પુણ્યશાળી આત્માઓએ મિથ્યાભાવોનો ત્યાગ કરી સસ્તુના સેવક બનવું જોઈએ અને ‘અમને ન બેસે તે ખોટું' એમ માનવાનો જે ખોટો ઘમંડ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
1325
ધ્યાનમાં રાખજો કે ખોટો ઘમંડ આત્માને નરક જેવી દુર્ગતિમાં પડતાં નહિ જ બચાવી શકે. માનનાર કે નહિ માનનાર ઉભય બહુ આરંભ અને બહુ પરિગ્રહના સેવનથી ઉત્કૃષ્ટ સ્થિતિ જે નરકમાં છે તે સાતમી નરકે ગયા છે; તેવી જ રીતે આ લોકમાં વર્તમાન સમયે પણ જેઓ બહુ આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત રહે છે તેઓ માને કે ન માને તો પણ એ બહુ આરંભની પ્રવૃત્તિ અને પરિગ્રહની અતિશય આસક્તિ તેઓને નરકતિમાં ઘસડી ગયા વિના રહેનાર નથી એ શંકા વિનાની વાત છે : એ જ કારણે ઉપકારી મહાપુરુષો આ ભયંકર સંસાર ઉપરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જ ચારે ગતિનાં દુ:ખોનું જેવું છે તેવું વર્ણન કરે છે.
ચાર ગતિમાં કોઈ ભયંકરમાં ભયંકર ગતિ હોય તો તે નરકગતિ છે. એ ગતિમાં રહેલા જીવોને પરમાધામી દેવો પણ વેદના કરે, તેઓ પરસ્પર પણ લડે એટલે એની પણ વેદના થાય અને સ્વાભાવિક વેદના પણ ત્યાં વર્ણન ન થઈ શકે તેવી છે. પરમાધામી દેવો ત્યાં રહે છે એમ નથી પણ ત્યાં રમવા આવે અને કુતૂહલ કરે. અનાર્યો અગર તો અનાર્ય જેવાઓ જેમ નાના અને નિરાધાર જીવોને સતાવે છે તેમ ત્યાં પણ એ લોકો નરકના જીવોને ખૂબ જ સતાવે છે. બીજાને વગર પ્રયોજને સતાવે અને ઇરાદાપૂર્વક બીજાઓનું બૂરું કરવાની જ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્યલોકના પરમાધામી જેવા જ છે એમ સમજો ! નરકના પરમાધામી પણ પોતાના આનંદ ખાતર જ નરકના જીવોને દુ:ખી કરે છે અને એવાં કર્મ બાંધે છે કે મરીને ભયંકર યાતનાઓ સહે છે અને દુર્ગતિમાં રિબાય છે. ચારે ગતિમાં કુતૂહલી જીવો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org