________________
૨૩૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1324
સંસારનો સમાવેશ ચાર ગતિમાં જ થઈ જાય છે. સંસારવર્તી આત્માઓ પૈકીના કેટલાક આત્માઓ નરક અને તિર્યંચ ગતિમાં રિબાય છે, જ્યારે કેટલાક આત્માઓ દેવગતિ અને મનુષ્યગતિમાં કર્મપરવશતાથી પરિભ્રમણ કરે છે. સંસારવર્તી કોઈ પણ આત્મા એવો નથી કે જેની હયાતી આ ચાર ગતિ પૈકીની કોઈ પણ એક ગતિમાં ન હોય. કર્મપરવશ આત્માને ઇચ્છાએ કે અનિચ્છાએ આ ચાર ગતિમાં જ ફરવાનું છે. જે આત્મા એ ચારે ગતિઓના પરિભ્રમણથી કાયર થયો હોય તેની ફરજ છે કે તેણે કર્મપરવશ નહિ બનતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા કર્મવિપાકના વર્ણનને સમજી નિર્વેદ અને વૈરાગ્યના ઉપાસક બનવું. જે આત્માઓ પોતાની એ ફરજને અદા કરે છે તેઓ જ પોતાના આ માનવજીવનના સાધ્યને સાધી શકે છે.
જેઓ પોતાના માનવજીવનના સાધ્યને સાધવા ઇચ્છે છે, તેઓ માટે જ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન પરમોપકારી પરમર્ષિઓએ કર્યું છે. અને એ જ હેતુથી આ પરમોપકારી ટીકાકાર પરમર્ષિ પણ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન કરે છે. “નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ' - આ ચાર ગતિઓ છે એમ ફરમાવીને નરકગતિના કારમા વિપાકનું વર્ણન કરવા માગતા ટીકાકાર પરમર્ષિ નરકગતિમાં યોનિ વગેરેનું નિરૂપણ કરતાં ફરમાવે છે કે – "तत्र नरकगतौ चत्वारो योनिलक्षाः पञ्चविंशतिकुलकोटिलक्षाः त्रयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टा स्थितिः वेदनाश्च परमाधार्मिक-परस्परोदीरित-स्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचराः, यद्यपि लेशतश्चिकथयिषोरभिधेयविषयं न वागवतरति तथाऽपि कर्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थं श्लोकैरेव किञ्चिदभिधीयते -
“ચાર ગતિઓ પૈકીની નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને પરમાધાર્મિકોએ ઉદીરેલ, પરસ્પરની ઉદરેલ તથા સ્વાભાવિક જે દુઃખો તે દુઃખોથી રિબાતા નારકીઓને જે વેદનાઓ છે તે તો વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : અર્થાત્ શબ્દો દ્વારા તેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથીઃ જો કે લેશથી અભિધેયવિષયને કહેવા ઇચ્છતા અમારી વાણી એના વર્ણનમાં ઊતરી શકે તેમ નથી તો પણ કર્મવિપાકના આવેદનથી પ્રાણીઓને જે રીતે વૈરાગ્ય થાય તે માટે શ્લોકો દ્વારા કાંઈક નારકીઓનાં દુઃખોનું વર્ણન કરાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org