________________
૧૩ઃ દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો
કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાક :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા, સંસારવર્તી પ્રાણીઓને કમને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે. વસ્તુ તો આપણે અવતરણિકા અને આ સૂત્રના “તે સુદ નહીં તહી” આ અવયવ દ્વારા જાણી ગયા છીએ.
પણ સૂત્રકાર પરમર્ષિ, પોતે જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઈથી સમજી શકાય તે માટે બીજા સ્ત્રાવયવોની વ્યાખ્યા કરતાં પૂર્વે જ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવાનો સુંદરમાં સુંદર પ્રયત્ન કરે છે. ખરેખર ટીકાકાર મહર્ષિઓનો આ ઉપકાર જેવો તેવો નથી. પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિઓએ અર્થી જીવોના ઉપકાર માટે એક સૂત્ર કે એક ગ્રંથની ટીકા કરતાં પોતાના સઘળાય જ્ઞાનનો યથોચિત ઉપયોગ એવી રીતે કર્યો છે કે જો વાંચનાર અને સાંભળનાર વિચક્ષણ, વિવેકી તથા શ્રદ્ધાસંપન્ન હોય તો સહેલાઈથી અનેક સુત્રો અને ગ્રંથોનું સાચું જ્ઞાન મેળવી શકે. ટીકાકાર મહર્ષિઓએ, કઠિનમાં કઠિન સૂત્રાદિકનું ઘણી જ ઓછી મહેનતે સારામાં સારું અને સ્પષ્ટ જ્ઞાન કરાવવા સાથે અનેક સૂત્રાદિનો સારામાં સારો બોધ કરાવવાનો જે ઉપકાર કર્યો છે તે ખરે જ વચનાતીત છે. જેઓ સૂત્રો ઉપર રચાયેલ ટીકા વગેરેને નથી સ્વીકારતા તેઓ ખરે જ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહ્યા છે, રહે છે અને રહેશે એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. સંસારનું વર્ણન:
અનેક વસ્તુઓ પૈકીની એક વસ્તુને સ્પષ્ટ કરતાં તો ટીકાકાર મહર્ષિએ કહ્યું કે -
સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર, અર્થાત્ આખાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org