________________
૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો
કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાક : ♦ સંસારનું વર્ણન :
૦ પારકાને દુઃખે સુખી ?
♦ સંસર્ગની અસ૨ :
83
ખાતાં ખાતાં કેવળજ્ઞાન, પણ કેમ ? શ્રદ્ધાની ખામી :
• લઘુતા કે અભિમાન :
વિષય : આચારાંગ સૂત્રની ટીકાના આધારે નરકગતિનું વર્ણન : અન્યના દુ:ખે સુખી થનારા જીવોની મનોદશા : સંસર્ગની અસર,
ચાર ગતિરૂપ સંસારનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિનું અને તેમાં થતાં દુઃખોનું વર્ણન આ પ્રવચનમાં શરૂ કરાયું છે. તેમાં પ્રસંગોપાત પરમાધાર્મિક દેવો દ્વારા અપાતી પીડાના સંદર્ભે એક પ્રશ્નના ઉત્તરમાં પારકાના દુઃખે સુખી થનારા જીવોની મનોદશાનું ખૂબ જ કરુણ ચિત્ર પ્રવચનકારશ્રીજીએ રજૂ કર્યું છે. ત્યારબાદ સારા-નરસા સંસર્ગથી થતી સારી-નરસી અસરો ઉપર માર્મિક વિવેચન કર્યું છે. પ્રતિજ્ઞાધારી એવા મુનિઓ માટે પણ ખરાબ નિમિત્તો-સંસર્ગથી દૂર રહેવાનું વિધાન જ્ઞાનીઓએ કર્યું છે, તો સામાન્યે તો કેટલી કાળજી લેવી ઘટે ? ત્યારબાદ જિનવચનમાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ અને સાચી લઘુતા કોને કહેવાય વગેરે વાતો પર સુંદર પ્રકાશ પાથરી પ્રવચન પૂર્ણ કરેલ છે.
સુવાક્યાતૃત
♦ જેઓ સૂત્રો ઉ૫૨ રચાયેલ ટીકા વગેરેને નથી સ્વીકારતા તેઓ ખરે જ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહ્યા છે, રહે છે અને રહેશે.
♦ બીજાને વગર પ્રયોજને સતાવે અને ઈરાદાપૂર્વક બીજાઓનું બૂરું કરવાની જ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્ય લોકના પરમાધામી જેવા જ છે, એમ સમજો !
સમ્યગ્દષ્ટિએ તો ટિચાયેલા દુશ્મનને પણ બચાવવા જવું જોઈએ.
ખરાબ સામગ્રી જો ન હોય તો ખરાબ વિચાર પણ નિષ્ફળ જાય છે.
અપ્રશસ્ત કષાયાદિકના આવેશ વખતે કોઈપણ કામ ન કરો.
૭ અયોગ્ય સંસર્ગ જેમ આત્માને પાયમાલ કરે છે, તેમ યોગ્ય સંસર્ગ આત્માને ઉન્નત બનાવે છે. બાહ્ય સંસર્ગોમાં ૨સપૂર્વક રહેવા છતાં પોતે હ્રદયથી વિરાગી છે, એમ કહેનારા સાચા નથી પણ દંભી છે. પુદ્ગલને પુદ્ગલ જોઈએ એ વાત સાચી પણ આત્માને પુદ્ગલમય ન બનાવાય.
અજ્ઞાનીની વાત સાંભળી જ્ઞાનીની વાત માનવામાં જ્ઞાનીની કિંમત ક્યાં રહી ?
Jain Education International
દુનિયાની કોઈપણ પાપપ્રવૃત્તિની છૂટ આ શાસન આપતું નથી, પણ પાપપ્રવૃત્તિથી બચાવવાની જ વાત કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org