________________
1921 – ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૩૫
ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજા કહે છે કે જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે. જેમાં સદ્ અને અસહ્ની વિશેષતાનું વિવેચન નથી, જેમાં યથેચ્છ પ્રવર્તન છે અને પાપમાંથી વિરામ નથી, તે જ્ઞાન એ જ્ઞાન નથી. એ દષ્ટિએ કુવિદ્યાને ભણેલાઓ પણ મહામૂર્ખ છે એમ અમો કહીએ છીએ. આજના ધર્મ ગણાતા મનુષ્યોમાં પણ એક જાતની શિથિલતા આવી ગઈ છે. ખોટા જેટલા પાપકાર્યમાં નીડર રહી શકે એટલા સાચા ધર્મકાર્યમાં પણ ધર્મીઓ નીડર રહી શકતા નથી. એક ધર્મીમાં જેટલું કૌવત છે તેટલું હજાર અધર્મી અને લાખ ધર્મના વિરોધમાં નથી પણ ધર્મો ધર્મ હોવો જોઈએ. તેવા ધર્મીની પાસે અધર્મીને પગ મૂકતાં પણ કંપારી થાય. ધર્મીપક્ષ બળવાન થતો જાય, સહેજે સ્થિર હોય તો બીજાને જોવા આવવાનું પણ મન થાય અને આવે તો ધર્મ પણ થાય. જે વસ્તુ વસ્તુસ્વરૂપે છે તે તમને તે સ્વરૂપે સમજાઈ જાય તો આપત્તિ આપોઆપ ટળી જાય, માટે તમે જાતે વસ્તુના સમજદાર થાઓ. કેવળ અમારા દોરવાયેલા દોરવાઓ તે ઠીક છે પણ તમે તમારી મેળે કાંઈક સમજતા થાઓ. અસત્ય પક્ષ સામે સત્ય પક્ષનો મોરચો મંડાય ત્યારે એક વખત ઉકળાટ થાય. જેમ પહેલા વરસાદમાં જમીન બાફ મારે છે. બધી ગરમી ચૂસાઈ જાય ત્યારે જ ઠંડક વળે છે, તેમ આ કેટલાય કાળની ગરમી શાંત કરવા માટે ધોધમાર વરસાદ પડવો જોઈએ.
સૂત્રકાર મહર્ષિ નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવા માટે ચારે ગતિમાં રહેલ જીવોના કર્મવિપાકને કહેવા ઇચ્છે છે; કારણ કે તે સમજાય તો જ શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તમારા આત્મામાં પરિણામ પામે. સૂત્રકાર પરમર્ષિ કર્મવિપાકનું વર્ણન કરે તે પૂર્વે સૂત્રકાર પરમર્ષિએ પ્રરૂપેલી વસ્તુ સ્પષ્ટતાથી સમજાઈ જાય તે કારણે ટીકાકાર મહર્ષિ આપણે પ્રથમ કહી આવ્યા તે સઘળી વસ્તુઓનું વર્ણન કરવા ઇચ્છે છે. સંસાર એ ચાર ગતિમય છે” આટલું કહ્યા પછી એ ચારે ગતિની દુઃખમયતાનો ચિતાર આપતાં ટીકાકાર મહર્ષિ શું શું વર્ણવે છે, એ આપણે હવે પછી જોશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org