________________
૨૩૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
ઊંધા વિચારોનું પરિણામ ઃ
‘ફલાણું પાપ તે સાધુને લાગે, અમારે શું ?’ આમ કહેનારને કહો કે ભાઈ ! વાત મોટાને નામે થાય, તમારે નામે ન હોય. જોખમદારીના સોદા દરેકની સાથે ન થાય ! “કાચા પાણીને અડે તો સાધુને પાપ લાગે. અમે તો નાહીએ, કૂદીએ તો અમને પાપ-બાપ કાંઈ નહિ” આવા વિચારથી ભાવના ક્રૂર અને ક૨ીણ થઈ જાય છે. વિચારમાળા જ ખોટી. ઊંધી પૂતળીની આંખની જેમ મિથ્યાત્વનાં પાયા પણ ઊંધા જ હોય છે. ગૃહસ્થાશ્રમમાં જે પાપ છે તેને પાપ તરીકે ઓળખાવીને પાપથી બચાવવાનો જે સદુપદેશ છે તે પણ એવાઓને ઊંધો પરિણમે છે. એના જ પરિણામે તેઓ કહે છે કે ‘અમારા ગૃહસ્થાશ્રમની જે નિંદા કરે તેને અમે નિંદીએ, ગાળો દઈએ તેમાં ખોટું શું ?' આની સામે કહેવું પડે છે ખરેખર પાપને પાપ તરીકે ઓળખાવવામાં આવે ત્યાં પણ ઊંધી પૂતળીવાળાઓને ઊંધું જ દેખાય. ‘પાપીને પણ તું પાપી છો એમ કહેવું તે નિંદામાં ચાલ્યું જાય.' પણ આ પાપ છે અને એ જે કરે તે પાપી છે એમ તો કહેવાય : એ જ રીતે જે ભણેલા ન હોય તે મૂર્ખા અને ભણેલા છતાં પણ ઊંધી બુદ્ધિવાળા હોય, અગર કુબુદ્ધિના ધરનાર હોય તો મહામૂર્ખ છે એમ પણ ખુશીથી કહેવાય.
1320
શાસ્ત્ર પણ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને મિથ્યાશ્રુત પણ સમ્યગ્રૂપે પરિણમે છે અને મિથ્યાદ્દષ્ટિને સમ્યકૂશ્રુત પણ મિથ્યાશ્રુતપણે પરિણમે છે. કુબુદ્ધિ એટલે સ્વેચ્છાચારીપણું. પાપને પુણ્ય મનાવવું અને ધર્મના નામે પાપની ક્રિયાને પોષવી એ સુવિદ્યા નથી પણ કુવિધા છે. કુવિદ્યારૂપી મદિરાના પાનથી ઉન્મત્ત બનેલા દુર્ગતિએ જાય એમ કહેવામાં આવે ત્યારે તો તેમાં કશું જ ખોટું નથી. શ્રી વીરવિજયજી મહારાજે એક પૂજામાં કહ્યું છે કે -
“પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણો રે, મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે.”
કાણા એક જ આંખે જુએ. મિથ્યાદષ્ટિ અને અભવીને એકને અંધાપો અને એકને કાણાશ, એ ગુણ હોય છે.
Jain Education International
જે જે પોતાને ભણેલા, કેળવાયેલા કે સુધારકો માનતા હોય તેઓને મારી ભલામણ છે કે વિદ્વાન અને સારા ગણાતા સાધુ પાસે જઈને તેઓ શાસ્ત્રાધારે શાંતિપૂર્વક વિચાર કરે; તેઓ પોતાને સાધુઓથી મોટા માનતા હોય તો તેમના મનથી નાના એવા સાધુઓને સુધા૨વા તો પરિચય કરેને !
For Private & Personal Use Only
www.jainelibrary.org