________________
૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82
દે છે તેઓ તો ઉપહાસમાં એમ કહે છે પણ જેઓ હૃદયથી કહેતા હોય તેઓને હું કહું છું કે કેવલ વિદ્વત્તા કે વાક્ચાતુરીમાં જ ન મૂંઝાઓ. જે તત્ત્વને ન વળગે તેને હું સાચો શ્રોતા નથી માનતો. વક્તા તો ઘણાય હોય; દુનિયાનાં પાપકાર્યોમાં વક્તાઓ ક્યાં ઓછા છે ? એવા વક્તાઓ વાણીના બળથી ડાહ્યાઓને પણ ચક્કરમાં ચડાવી દે છે. માટે કર્મના સ્વરૂપને અને પરિણામની વિચિત્રતાને સમજો. કર્મના સ્વરૂપ, પરિણામની દશા અને મનોવૃત્તિઓને સમજાય તો ચારે ગતિનું સ્વરૂપ આપોઆપ જ સમજાય. આજુબાજુના પહેલા અને પછીનાં પાપમાં પરિણામના આધારે કર્મનો બંધ છે, ક્રિયા એ તો વચ્ચેની સામાન્ય વસ્તુ છે. માટે આટલું પાપ અને ફળ આટલું કેમ ?' એમાં ને એમાં ન મુંઝાઓ. સુખ પણ દેવગતિમાં એટલું જ છે.
1319
શ્રી શ્રેણિકાદિને નરકના આયુષ્યનો બંધ કેટલી વારમાં થયો ? પાપ કરનારાઓ આયુષ્યના બંધ વખતે શુભ પરિણામ આવી જાય તો દેવાયુ પણ બાંધી દે પણ પ્રથમ બાંધ્યાં એ તો ભોગવવાનાં જ.
૨૩૩
શાસ્ત્ર કહે છે કે એક નવકાર મંત્ર જપતાં, દેવગુરુને હાથ જોડીને પગે લાગતાં, સાધુની પગચંપી કરતાં, દાન દેતાં, શીલ પાળતાં, અને નાનું તપ વગેરે કરતાં પણ કેવળજ્ઞાન થાય. શાથી ? તો કહેવું જ પડશે કે પરિણામની તીવ્રતાથી. તેમ ‘આટલું પાપ નરકે કેમ લઈ જાય ?’ એવો પ્રશ્ન ન હોઈ શકે. શું પાપ કુદરતી બન્ને છે, એમ ? આર્યક્ષેત્રમાં, સારા કુળમાં જન્મેલાને જ્યારે પાપની મતિ આવે ત્યારે અશુભ પરિણામનું જોર કેટલું જબ્બર હોય ? ભાગ્યવાનો ! સમજો કે પાપનું સામ્રાજ્ય મોટું છે અને પુણ્યનું નાનું છે. પાપનાં સાધન વધારે છે અને પુણ્યનાં થોડાં છે. પાપની વાત કરનારા વધારે છે અને પુણ્યની વાત કરનારા થોડા છે. હિંસકોનો પાર નથી અને અહિંસક મુઠ્ઠીભર છે. સાચું બોલનારા થોડા છે અને જુઠ્ઠાનો તોટો નથી. મોક્ષમાર્ગના બતાવનારા થોડા છે ને સંસારમાં રૂલાવનારા સંખ્યાબંધ છે. બધી સામગ્રી અને સ્થળ એવાં છે. પાપની તો હારમાળા ચાલે છે. પાપ કુદરતી રીતે નથી બનતું, માટે પાપ કઈ કઈ રીતે જન્મે છે એને ખૂબ ચિંતવો. મહાસંયમીને પણ એક ઉન્માર્ગપોષક વચન પતિત કરી નાખે. બધી આરાધનામાં એક ક્રિયા એવી થાય કે બધાને નિષ્ફળ બનાવી દે. મોટા ચિત્રમાં એક શાહીનો ખડિયો ઢોળી નાખે તો તે નકામું થાય. જેમ શાહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે તેમ નાના પણ પાપમાં ઘણા સુકૃતનો નાશ કરવાની તાકાત છે. થોડો પણ અપ્રશસ્ત કષાય કરોડ પૂર્વના ચારિત્રને બાળીને ભસ્મીભૂત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org