________________
૨૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
—
—
1318
કલાકમાં લક્ષાધિપતિ અને પા કલાકમાં ઠીકરાપતિ બની જાય છે, એ તો પ્રત્યક્ષ છે ને ! તો વિચારો આટલી નજીવી ભૂલમાં આવું કેમ બની જાય છે ? આ વિચારશો એટલે ‘જ્યારે બધી જાતિનાં પાપ એકત્રિત થઈ જાય છે ત્યારે આત્માની અધોગતિ થતાં વાર લાગતી નથી.” આ વાત સહેલાઈથી સમજાશે. મહેનત મજૂરો વધારે કરે છે કે શેઠીઆઓ ? છતાં આવકનો ફેરફાર કેમ ? પુણ્ય અને પાપની તાકાત : સભા : મજૂરોને શારીરિક મહેનત હોય છે જ્યારે શેઠિયાઓને માનસિક મહેનત
કરવી પડે છે.' એવા ઘણાય શેઠિયાઓ છે કે જેને શારીરિક અને માનસિક એકેય મહેનત કરવી પડતી નથી અને લાખ્ખોની આવક ચાલુ હોય છે. એ બધું શું ? કહેવું જ પડશે કે તીવ્ર પુણ્ય. જેમ પુણ્ય ખરું તેમ પાપ પણ ખરું કે નહિ ? એક કૂબડો છે છતાં કોટ્યાધિપતિ અને એક રૂપાળો છતાં ભિખારી છે. પાપના પ્રતાપથી ન ઇચ્છેલાં દુઃખો પણ આવી મળે છે. બચ્યું નાનું હોય છતાં પાંચ ડિગ્રી તાવ આવે કે નહિ ? ત્યાં “આ બિચારો' એ ચાલે ? નહિ જ. આ જ રીતે કર્મ બંધાવનાર આત્માના ઊંધા અને ભયંકર પરિણામોનો વિચાર કરો તો નારકીના તેત્રીસ સાગરોપમ પણ બરાબર બેસી જશે. મહારંભ અને મહાપરિગ્રહ એ શું ચીજ છે ? કપડાના એક ટુકડા ઉપર પણ મૂછ આવે તોયે શાસ્ત્ર તેને પરિગ્રહ કહ્યો. પાપની ક્રિયા એક ક્ષણની પણ પાપ પહેલાં અને પછીની દશા ભયંકર હોય છે. પાપ થવામાં વાર કેટલી ? નહિ જેવી જ. પણ તે પાપનાં પરિણામ ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવામાં આગળપાછળ અશુભ ક્રિયાઓનો ધોધમાર ચાલી રહ્યો છે, તે સમજાય તો બધું જ સમજાય. એટલા જ માટે હું તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાને કહું છું.
નરકની વેદના, થયેલા અશુભ પરિણામ કરતાં વધારે નથી. તેવી જ રીતે શુદ્ધ પરિણામની ધારા વધી જાય તો પુદ્ગલની – કર્મની શક્તિ નથી કે વળગી શકે. કર્મના વિપાક વખતે ગુલામ ન થાઓ તો વળગેલાં કર્મ પણ છૂટી જાય. શાસ્ત્રકારોના કથનાનુસાર જેઓ ચારે ગતિના સ્વરૂપને સમજ્યા હશે, તેઓ તો પોતાના આત્માનું હિત ગમે તેવા સંયોગોમાં પણ પોતાનું ચાલશે ત્યાં સુધી બગડવા નહિ દે. સંસારની લાલસાવાળાઓને તો આ બધી ચાલબાજી લાગશે. કેટલાકો તો કહે છે કે મહારાજની વાકચાતુરી સારી એટલે લોભાવીને સમજાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org