________________
1317
૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ
-
82
પરિણામની વિચિત્રતાને વિચારો :
સભા : પણ સાહેબ ! નરક આદિ કાલ્પનિક છે એમ આજના કેટલાક ભણેલાઓ કહે છે !
૨૩૧
એવાઓને પૂછો કે ‘પાપનું ફળ શું ? પાપની ક્રિયાનો બદલો માનો છો કે નહિ ? જિંદગી સુધી પાપ કરવા છતાં અનેકનાં ખૂન, અનેક પ્રકારની લૂંટ અને વ્યભિચાર વગેરે સેવ્યાં છતાં આખી જિંદગી સુધી જેઓ આનંદ ભોગવતા દેખાય છે તેઓ તેનું ફળ કયાં ભોગવશે ? બુદ્ધિ શું એટલી બધી બુઠ્ઠી બની ગઈ છે કે જેથી કર્યાનું ફળ મળે એની પણ શંકા થાય છે ? અયોગ્ય આત્માઓ અયોગ્ય કાર્યનો નતીજો ક્યાં ભોગવશે ? પાપ કરનારો ભયંકર ગતિમાં જાય એની શંકા શી ?' જેઓ પોતાને બુદ્ધિના ભંડાર સમજે છે તેઓ પાપ વખતે થતી પરિણામની ધારાને વિચારે તો તેઓને દેખાયને ? તેઓને ક્યાં ખબર છે કે પાપીનું હૈયું નઠોર, લજ્જા, શરમ કે મર્યાદાહીન બને છે; તે વખતે પાપીઓના વિચાર અને વિવેકનો નાશ થાય છે અને એવી ઉલ્લંઠતા આવે છે કે ત્યાં સદ્વિચારને જન્મવાને સ્થાન જ નથી રહેતું. પરિણામની વિચિત્રતા સમજનારને પાપ અને પુણ્યના શાસ્ત્રનિર્દિષ્ટ ફળમાં કશી જ શંકા રહેતી નથી.
Jain Education International
અપ્રમત્તથી હિંસા થઈ જાય તો પણ તે અહિંસક છે અને પ્રમાદને વશ થયેલા આત્માથી હિંસા ન થાય તો પણ તે હિંસક છે. સાધુ નિર્દોષ ભિક્ષા લાવે તેમાં મિષ્ટાન પણ આવે તો તે ઉપોષિત તેમજ અહિંસક છે અને લાલસાથી સૂકા રોટલા ખાનાર પણ આસક્ત અને હિંસક છે. ચિત્ત એટલું બધું ચંચળ છે કે એ સર્વત્ર પહોંચી જાય છે. ‘અમેરિકામાં અમુક માળની હવેલીઓ, સોના ચાંદીના ઝરૂખા, આટલા પાઉંડની મિલકત,' એ વાંચીને મનમાં શું થાય ? એ જ કે બધું ત્યાં કચાંથી ગયું અને મને કેમ નહિ ? એવા વિચાર કરનારને જ્ઞાની કહે છે કે પેલાએ જેટલા આરંભ સમારંભ કરીને પૈસા મેળવ્યા તે બધાનો તારા પરિણામ પ્રમાણે હિસ્સેદાર તું પોતે થાય છે અને એવી વિચારણાના પ્રતાપે ઇર્ષ્યા આદિ બીજાં પાપસ્થાનકો સેવાય તેનું પાપ તો વધારામાં જ.
For Private & Personal Use Only
વળી એક અયોગ્ય શબ્દ દુનિયામાં કેટલી ભયંકરતા ઊભી કરે છે તે વિચારો. એકાદ અસત્ય વચનથી જેમ કેટલાઓનો સંસાર સળગી જાય છે તેમ એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગની દેશનાથી અને એક ઊંધા વર્તાવથી કેટલાઓના ભાવ અને આત્મા નષ્ટ થઈ જાય છે ! વેપારમાં જરાક ભૂલથી ઘર સાફ થઈ જાય છે, એક મિનિટની ભૂલથી લાખ્ખોની ખોટ આવે છે, પા
www.jainelibrary.org