________________
૪ : ભોગની પાછળ રોગની વણજાર 74
“વિશેષે કરીને શ્લીપદો તે દેશોમાં ઉત્પન્ન થાય છે કે જે દેશો પુરાણ-જૂના પાણીવાળી ભૂમિમાં રહેલા હોય અને સર્વ ઋતુઓમાં શીતલ હોય. એ ‘શ્લીપદ’ રોગ મનુષ્યોના પગોને વિષે પણ થાય છે અને હાથોને વિષે પણ થાય છે. કેટલાક તે વસ્તુના જ્ઞાતાઓ તો ‘કાન’ હોઠ અને નાસિકા ઉપર પણ થાય છે' એમ પણ માને છે.”
1153
૬ - તથા-‘મહુમે[િ'
" तथा 'महुमेहणिति मधुमेहो- बस्तिरोगः स विद्यते यस्यासौ मधुमेही, मधुतुल्यप्रस्त्राववानित्यर्थः, तत्र प्रमेहाणां विंशतिर्भेदाः, तत्रास्यासाध्यत्वेनोपन्यासः,
तत्र सर्व एव प्रमेहाः प्रायशः सर्वदोषोत्थास्तथापि वाताद्युत्कटभेदाद्विंशतिर्भेदा भवन्ति, तत्र कफाद्दश षट् पित्ताद् वातजाश्चत्वार इति सर्वेऽपि चैतेऽसाध्यावस्थायां मधुप्रमेहत्वमुपयान्तीति उक्तं च
" सर्व एव प्रमेहास्तु कालेनाप्रतिकारिणः ।
मधुमेहत्वमायान्ति तदाऽसाध्या भवन्ति ते ।।१।।”
のの
“તથા ‘મધુમેહ’ એટલે ‘બસ્તિરોગ’ તે જેને હોય એ ‘મધુમેહી’ કહેવાય છે અને તેનો પેશાબ મધુ જેવો હોય છે. ‘પ્રમેહ’ નામના રોગના ભેદો વીશ છે. તેમાં આ ‘મધુમેહી’ અસાધ્ય હોવાથી જ અહીં એનો ઉપન્યાસ કર્યો છે. જો કે સઘળાય પ્રમેહો પ્રાયઃ કરીને સર્વ દોષોથી ઉત્પન્ન થનારા છે, તો પણ વાતાદિકની ઉત્કટતાના ભેદથી તેના ભેદો વીશ થાય છે, તેમાં દશ થાય છે કફથી, છ થાય છે પિત્તથી, અને ચાર થાય છે વાતથી. એ સઘળા પ્રમેહો અસાધ્ય અવસ્થામાં ‘મધુમેહપણા’ને પામે છે. કહ્યું છે કે -
“કાલે કરીને અપ્રતિકારી બનેલા સઘળા જ પ્રમેહો જ્યારે ‘મધુમેહપણા’ને પામે છે, ત્યારે તે અસાધ્ય થાય છે.”
ઉપસંહાર :
આ પ્રમાણે સૂત્રગત બે શ્લોકોમાં કહેલા સોળે રોગોનું પ્રતિપાદન કરીને, હવે ત્રીજા શ્લોકના પૂર્વાર્ધ દ્વારા સૂત્રકાર મહર્ષિ એ સોળે રોગોના કથનનો ઉપસંહાર કેવી રીતે કરે છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે“તનેવું જોઇશાબ્વેતે અનન્તરો: ‘રોના’ વ્યથયો વ્યાવ્યાતા: ‘અનુપૂર્વાશો અનુમેળ"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org