________________
૬૮
111
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – “આ પ્રકારે તરત જ કહેલા એ સોળે પણ રોગો એટલે વ્યાધિઓની વ્યાખ્યા ક્રમે કરીને કરી.” સંસારમાં વ્યાધિઓ સિવાય બીજું શું?
હવે ઉપર કહી આવ્યા તે સોળ વ્યાધિઓ સિવાય બિચારા તે પામર આત્માઓ શું શું પામે છે, એનું વર્ણન કરતાં ત્રણ શ્લોકો પૈકીના ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં સૂત્રકાર મહર્ષિએ શું ફરમાવ્યું છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ લખે છે કે –
' અનંતાં ‘જ' વિ વાવયાત્રાને “વૃત્તિ' ભવન્તિ “સાત ' आशुजीवितापहारिणः शूलादयो व्याधिविशेषाः ‘स्पर्शाश्च' गाढप्रहारादिजनिता दुःखविशेषाः 'असमञ्जसा:' क्रमयोगपद्यनिमित्तानिमित्तोत्पत्रा: स्पृशन्तीति सम्बन्धः ।"
“ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધની શરૂઆતમાં જ આવતો “અથ' એ “અનંતર' અર્થમાં છે અને ‘’ એ વાક્યના અલંકાર માટે છે. આ પછી “પુતિ' એટલે અભિભવ કરે છે” “માતં' એટલે “એકદમ જીવિતનો અપહાર કરનારા શૂલાદિ વ્યાધિવિશેષો', “સા' એટલે ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખવિશેષો અને ‘સબંનસા' એટલે “ક્રમે કરીને, એકીસાથે, નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા આ પ્રમાણેનો અર્થ છે.”
અર્થાત્ – ઉપર કહી આવેલા રોગો સિવાયના પણ એકદમ જીવિતનો નાશ કરનારા શૂલાદિ વ્યાધિ વિશેષો, ગાઢ પ્રહારો આદિથી ઉત્પન્ન થતા દુઃખવિશેષો અને ક્રમે કરીને, એકીસાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થતા રોગ વિશેષો પણ સંસારમાં રખડતા આત્માઓને હેરાન કરે છે.
આ રીતના – સૂત્રકાર મહર્ષિના અને ટીકાકાર મહર્ષિના કથનથી આપણે સમજી શક્યા કે કર્મગુરુ આત્માઓ શબ્દાદિ વિષયોમાં આસક્ત થયેલા હોવાથી, અનેક જાતની આપત્તિઓથી રિબાવા છતાં પણ દુઃખના અપગમને કે મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામી શકતા અને જ્યાં સુધી દુઃખોનો નાશ ન થાય, એટલે કે સંસારમાં બંધનોથી છૂટીને મુક્તિપદ ન પામે, ત્યાં સુધી આ સંસારમાં રૂલાતા આત્માઓ અનેક રોગો અને અનેક ઉપદ્રવોથી સદાય રિલાયા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org