________________
1237
૮ : આસ્તિક્ય અને તાત્ત્વિક દયાનો સંબંધ
-
78
મારનારને આ દુનિયાની સરકાર પણ સખત સજા કરે છે ! મહાવ્યથા કરનારને દંડ અને મહિનાઓની સખત કેદની સજા કરે છે. પૂછોને કે શા માટે આટલી સજા ? એ કુટેવે કંઈકનો ઘાણ બગાડ્યો છે માટે મહિનાઓ કેદમાં જાય, અને જરા હાડકાં ઢીલાં થાય તો એ ઠેકાણે આવે. આટલા વાંક માટે દુનિયાની સરકાર જો આવી સજા કરે, તો પાંચ-પચાસ વરસ ફાવે તેવી ધમાચકડી કરનારને ભયંકર શિક્ષા કર્યા વિના કર્મસત્તા કેમ જ રહે ? નહિ જેવા સ્વાર્થ માટે અનેક આત્માની આહુતિ, એ શું ઓછું પાપ છે ? કેવાં ભયંકર પરિણામ આવે ત્યારે એ પાપ થાય ! આર્ત્તરૌદ્ર ધ્યાન આવે ત્યારે એ ભાવના આવે.
Jain Education International
૧૫૧
હૃદય કેટલું મિલન થાય ત્યારે અનંતકાય-અભક્ષ્ય ખાય અને વળી મૂછનો આંકડો ઊંચો રાખે ! તંદુલીઓ મત્સ્ય તો મારતો નથી, પણ મારવાની તીવ્ર ભાવના માત્રથી સાતમી નરકે જાય છે. છોકરાની રમત અને પ્રાણીનો જીવ જાય, એવી આ વાત છે ! કાગડો કહે કે ‘શરીરમાં પડેલા ઘામાં જરા ચાંચ મારી એમાં શું થયું ?' પણ એ તો જેને ઘા પડ્યો હોય અને ચાંચ વાગે એને માલૂમ પડે. ‘ઘામાં રતિભાર લૂણ નાખવામાં શો વાંધો ?’ એમ કોઈ કહે તો ? હજારો મણ ઘાસની ગંજીમાં દેવતા જરાક જ જોઈએ. ષટ્કાયની વિરાધના કરનારા, દેવ-ગુરુ-ધર્મનું અપમાન કરનારા, એમને ગાળો દેનારા, સામાની વાત જોયા વિના નિંદા કરનારા, એમ કહે કે ‘અમારું પાપ ઓછું કેમ નહિ ?' અને તેઓ એમ કહે કે અમને પલ્યોપમ અને સાગરોપમની પીડા કેમ હોય ? એમ પૂછનારાઓને કહેવું જોઈએ કે એ બધું પીડાસ્થાન પ્રાપ્ત થાય ત્યાં પૂછજો. પાપચિ :
For Private & Personal Use Only
કોઈને ખોટું આળ દેવું એ શું છે ? કોઈ કહે કે ‘ફલાણાની તિજોરીમાં કાણું છે.' અરે ભાઈ ! પોતાની તો પેઢી લૂંટાઈ ગઈ. એક આસામી તૂટે એની પાછળ દશ પેઢી તૂટે અને કંઈક મરે. આ બધું પાપ પેલા ગમારને લાગે. એ તો ક્ષણવાર જ બોલ્યો હતો ને ! હૃદયમાં કેટલી મલિનતા આવે ત્યારે એવું બોલાય ? ‘એવું બોલું, એવી ઢબથી બોલું કે સામો સાફ થઈ જાય.' - આ ભાવનાથી બોલાય. બોલે પણ એવા સ્થાનમાં અને એવી રીતે કે પકડાય નહિ. કોઈ ઓળખતું ન હોય એવા પાસે એવે વખતે બોલી નાખે. પાપના સ્વભાવની ખબર નથી, નહિ તો ‘આટલું પાપ ?’ એ પ્રશ્ન જ ન હોય. સડેલી આંગળી છે તો નાની, પણ દૂર
www.jainelibrary.org