________________
૧૫૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
રખાય. એનો ચેપ શરીરને ન અડાડાય. ‘જરાક રસી અડે તો શો વાંધો ?' એમ પૂછનારને કહેવું પડે કે શરીર સડાવે. જરા હાથ અડે એમાં ડોકટ૨ સાબુથી હાથ બે-ચાર વાર ધુએ છે. એ સમજે છે કે ચેપથી હાથ સડે. તેમ સમજો કે પાપ એ નાની-સૂની ચીજ નથી. આથી પાપથી બચતો રહે તે સમ્યગ્દષ્ટિ. સર્વવિરતિ પાપ વિનાનો કહેવાયઃ સમ્યગ્દષ્ટિ પાપ વિનાનો નહિ, પણ પાપના વિપાકથી બચનારો - પાપને ભૂંડું માને, કરવા ઇચ્છે નહિ, કરવું પડે અગર થઈ જાય તો ગભરાય, પસ્તાય, પ્રાયશ્ચિત્ત લે અને પાપથી છૂટવાના પ્રયત્નો કરે. ખરેખર, પાપરિચ એવી વસ્તુ છે કે એના યોગે બુદ્ધિ બુઠ્ઠી થાય છે અને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે, એટલે સમજાવનાર સમજાવે તો પણ એ વાત ગળે ન ઊતરે.
રાજસત્તા અને કર્મસત્તા :
સભા : હાલની કોઈ સરકાર ખૂન કરનારને પણ ફાંસીથી વધારે સજા કરતી નથી !
બીજી શી સજા કરે ? કારણ કે સ૨કાર પાસે બીજું સાધન નથી. કર્મસત્તા પાસે તો બધી જ સામગ્રી છે. એ તો ક્ષણે ક્ષણનો હિસાબ તપાસે છે. આ સ૨કા૨ તો કરેલ કાર્યવાહીની સજા કરે, જ્યારે કર્મસત્તા તો પાપની ભાવના થઈ ત્યારથી ઠેઠ સુધીના ગુનાની શિક્ષા કરે છે. લગ્ન ચાલતાં હોય, ખાવાપીવાની સામગ્રી ભરપૂર હોય, વાજાં વાગતાં હોય, ત્યારે કર્મસત્તા માંદો પાડે. લગ્નમાં વિઘ્ન એ કરે. ચૉરીમાં રંડાપો એ આપે. એવે વખતે સજા કરે કે ‘પાપ આમ થાય છે' એ ખબર પડે. પાપનો ભય ઊડી જાય માટે આજના બુદ્ધિના ઇજારદારો નવા તુક્કા શોધી રહ્યા છે, કે જેથી પાપ પાપ તરીકે ન રહે.
પાપભીરુતા :
આજે પાપનો પશ્ચાત્તાપ ચાલ્યો ગયો છે. કહે છે કે ‘શેઠ પણ માણસ અને મજૂર પણ માણસ, તો ભેદ શા માટે ?' એમ કહેનાર મજૂરને કહેવું જરૂરી છે કે ‘ભાગ્યહીન ! પાપયોગે મજૂર તો થયો, હજી પણ મદમાં છકી કંગાલ ન થા.’ આ રીતે જે જેવા હોય તેને તેવી શિખામણ દેવાવી જોઈએ. કર્મના સ્વરૂપને, આત્માની સ્થિતિને, દશાને, ક્ષણિક પરિવર્તનને સમજાય તો જ્ઞાનીએ કહેલા વિપાકમાં જરા પણ ફેરફાર ન લાગે.
શ્રી તીર્થંકર નામકર્મનાં દલિયાં ભેગાં કરતાં વાર કેટલી ? અરિહંત-પદ
Jain Education International
1238
For Private & Personal Use Only
www.jainelibrary.org