________________
1239
- ૮: આસ્તિય અને તાત્વિક દયાનો સંબંધ – 78
– ૧૫૩
આદિ પદોની આરાધના કરતાં કરતાં ઉત્તમ ભાવના આવે એટલી વાર; પણ મોટાઈ આદિના કારણે સહેજ પણ શ્રી જિનેશ્વરદેવના વચનથી ઊલટું બોલ્યા કે એ ભેગાં થયેલાં દલિયાં પણ ચાલ્યાં જાય. શાસનમાં કોઈનો પણ પક્ષપાત નથી. મહામુનિ હોય, વર્ષો સુધી સંયમપાલન કરે, પણ એક ઉત્સુત્રભાષણથી રખડતો થાય. જિંદગીનો પાપી પણ એક કલાક ઉત્તમ સંયમપાલન કરે તો ગતિ સુધારે, સદ્ગતિએ જાય. પાપને સમજે, પાપને કબૂલે, પાપથી પૂજે, પાપથી પાછો ફરે અને સંયમપાલન કરે તો એ પણ તરે. બીજાને માટે કરો તે તમારે માટે વિચારો !
સભા : પાપ બંધાય ત્યારે પીડા ખરી ?
ઉદયમાં આવે ત્યારે પીડા. બંધાય ત્યારે તો મહાલે, પણ ઉદયમાં આવે ત્યારે જ માલૂમ પડે !
સભા : કરતી વખતે શોચ થાય તો?
શોચ થાય તો એટલો બંધ ઓછો થાય, પણ શોચ સમજુને થાય, મૂર્ખાને ન થાય. સમ્યગ્દષ્ટિ આત્માને નરકમાં પણ માનસિક પીડા વધારે હોય, કારણ કે ઉત્તમ સામગ્રી મળ્યા છતાં પણ ધર્મને ન આરાધ્યો એ એને ખટકે, વેદનાની પીડા એને એટલી ન લાગે. એ તો માને કે બાંધ્યું તે ભોગવવું પડે. સમ્યગ્દષ્ટિને પાપ કરતી વખતે પણ દુઃખ થાય અને મૂર્ખાને તો આનંદ થાય. પાપનો ભય રાખનારને શ્રી જૈનશાસનમાં સારામાં સારો ચાન્સ છે. જૈનશાસન પામ્યાનું ફળ એક જ કે પાપથી આઘા રહેવું. પાપથી આઘા રહી, બીજાને પાપથી આવા રહેવાની પ્રેરણા કરવી, એ જૈનત્વ! જૈન અથવા સમ્યગ્દષ્ટિ પાપમાં રાચેમાએ તો નહિ જ, પણ પાપથી પાછા હઠવાની ક્રિયામાં જ રત રહે. થોડું પણ પાપ ને ! સાડા ત્રણ મણની કાયામાં જરા જેટલો કાંટો કયું કામ કરે ? કાંટો અણીશુદ્ધ પેસે તો એ સાડા ત્રણ મણની કાયાને ગબડાવી પાડે અને જરા હાડકામાં પેસે તો મૂચ્છિત પણ કરે; કેટલીક વાર તો એવું બને છે કે કલાકો સુધી બોલાય નહિ. એ કાંટાનો ખેચનાર ડરપોક ન જોઈએ. ત્યાં દેખીતી દયા ન ચાલે ત્યાં દેખીતી દયા કરે અને હાથ ધ્રુજે, તો કાંટો તૂટે એટલે રામાયણ થાય. જરા કાંટો રહી જાય તો દિવસો સુધી પથારીમાં સૂવું પડે. સોયથી કાંટો ન નીકળે તો હજામને બોલાવાય છે અને એમ પણ ન નીકળે તો ગોળનો ચપકો ગરમ તાવેતાથી દેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org