________________
૧૫૪ -
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1240
છે. એક જરા જેવા કાંટા માટે કેટલું બધું ? માટે “આટલું પાપ' એ પ્રશ્ન જ નથી. આટલું પણ પાપને !
એક દેડકું કે અળસિયું માર્યું એમાં શું ?' – એમ કહે એવાઓને કહો કે એમના પર માલિકી હશે કેમ ?' એક આદમી મરી ગયો તો શું ?” એમ માનીને કોઈ આદમીને ચપ્પ ખોસી દો તો શું થાય ?' એ વિચારો ! તમે કોઈને ગાળ દેતાં પહેલાં વિચારો કે તમને કોઈ ગાળ દે તો શું થાય ?' એ જ રીતે ‘તમને કોઈ મારે તો શું થાય ?” એ વિચારો ! “રસ્તે ચાલતાં કૂતરાં-બિલાડાંને સોટી મારવામાં વાંધો શો ?” એમ કહેનારને કોઈ મારે તો કેવું લાગે છે ? આ તો પોતાને તો લાગે, પણ બીજા માટે વાંધો નહિ, એવી માન્યતા ! બાઈ ચૂલો સળગાવે ત્યારે શું થાય ? શાસ્ત્રકારે અગ્નિને ચોધારું શસ્ત્ર કહ્યું છે. એ ચારે તરફ બાળે. જ્યાંથી મૂકો ત્યાંથી, ત્યાં અને ચોતરફ બાળે. ચોતરફથી ચોતરફ બાળે. અગ્નિથી છકાયની હિંસા થાય. એ વખતે કેટલા જીવો મરતા હશે ? અસંખ્યાતા ! માન્યું કે કદી ત્રસ થોડા, પણ જિંદગીમાં જીવો કેટલા મરે ? પચાસ વરસમાં પાપ થોડું એ બોલાય એમ છે જ ક્યાં ?
આ જ્ઞાનીઓને તમારી દયા આવે છે : અરે, અમારી પણ દયા આવે છે. નરકના પ્રતિનિધિરૂપ ગૃહસ્થાવાસમાં રત આત્માઓની પણ દયા ખાય છે અને અમારી પણ દયા ખાય છે. અમે પણ બેદરકારીથી ચાલીએ, પૂજીએપ્રમાર્જીએ નહિ, એની એમને દયા આવે છે. અમે બહુ કરીએ તો આજ્ઞા ન પાળીએ. શાસ્ત્રકાર કહે છે કે માસખમણના પારણે માસખમણ કરે, પણ જો ગુરુની આજ્ઞા ન પાળે તો એ યાવત્ અનંત સંસારી પણ બને છે. હવે ‘પાપ કેટલું’ એ પ્રશ્ન રહે છે ? મા ખમણના પારણે માસખમણ કરે, સંયમ ઉત્તમ પ્રકારનું પાળે, માત્ર દેવ, ગુરુ, ધર્મની આજ્ઞા ન માને, આગમની આજ્ઞાને ભાંગે તો શાસ્ત્ર કહ્યું કે “એ તો મજૂર છે, કાયકષ્ટ કરે છે.' શ્રી ઉપાધ્યાયજી મહારાજ અને અનંત સંસારી કહે છે. સુવિધા અને કુવિધા :
સભા : આજ્ઞાપાલક “કુ' હોય એ સંયમ પાળે ? માસક્ષમણ કરે ? પૌદ્ગલિક સુખ માટે એ બધું કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org