________________
1241 –
– ૮ : આસ્તિય અને તાત્વિક દયાનો સંબંધ - 78
– ૧૫૫
આ બધી વાત ઉપરથી એ જ એક વસ્તુ પુરવાર થાય છે કે પ્રભુવચનમાં આસ્તિક્ય એ મુખ્ય વસ્તુ છે. એના વિના સાચી અનુકંપા ન આવે અને એના વિના નિર્વેદાદિ પણ ન આવે, માટે પહેલું આસ્તિકશ્ય જોઈએ. એના યોગે સમજાશે કે પાપીની દયા પ્રથમ ખાવી જોઈએ. ખાસ દયા પાપીની ખાવી જોઈએ, કારણ કે પાપીની દયામાં દુઃખીની દયા આવી જ જાય છે. આથી સ્પષ્ટ છે કે પોતાની પાસે આવનારાઓને પાપમાં જોડવાની સલાહ આપનારા આસ્તિકના વેષમાં હોવા છતાં પણ મહાનાસ્તિક છે. પરલોકમાં, જ્ઞાનીના કથન મુજબ વિપાકમાં શ્રદ્ધા હોય, આગમન આજ્ઞા મુજબ અંતરાત્મામાં દયા વસી હોય, સ્વપર દયાનું સ્વરૂપ સમજાયું હોય, એ તો પાપની માગણી કરવા આવનારને પણ પાછા વાળે ! સમજાવીને પાપથી પાછા વાળે, તો જે વગર માગ્યે પાપની સલાહ આપે એના જેવા છૂપા નાસ્તિક બીજા કયા ? બગલાનું ધ્યાન કેમ વખોડ્યું ? જરા પણ હાલે નહિ એવું ધ્યાન તો છે, પણ એ મત્સ્ય મારવા માટે છે. એ રીતે આ લોકમાં ફસાવવા માટે જે જે થાય તે બધું એવું છે. એથી જ વિલાસી બનાવનારી વિદ્યા એ વિદ્યા નથી, પણ એક જાતની મદિરા છે.
જે વિદ્યા વિરાગી બનાવે તે સુવિદ્યા અને વિલાસી બનાવે તે કુવિદ્યા ! કુવિદ્યાથી બચવાનું, બીજાને બચાવવાનું અને એનાથી દૂર રહેવાની સલાહ આપવાનું સમ્યગ્દષ્ટિનું ખાસ કામ છે. સુવિદ્યાને વધારવામાં તથા વિદ્યાનો વિનાશ કરવામાં લક્ષ્મી ઊડી જાય તો મહાપુણ્ય અને કુવિદ્યાને વધારવામાં રાતી પાઈ પણ અપાય તો પણ મહાપાપ છે. કુવિદ્યામાં પાઈનો પણ ફાળો, એ પાપ માટે છે. મારક, નાશક, વિકારી બનાવનાર, વિલાસી બનાવનાર, આત્માની અવનતિ કરનાર વિદ્યામાં પાઈનો પણ ફાળો હોય તો પાપ બેઠેલું છે. એવામાં પાઈ પણ ગઈ હોય તો પશ્ચાત્તાપ કરો અને ન આપવાની પ્રતિજ્ઞા કરો.
વિરાગી બનાવનાર, આત્માની ઉન્નતિ કરનાર, મોક્ષમાર્ગમાં સહાયક વિદ્યા ફેલાવવા, એ જાતના જ્ઞાનનો પ્રચાર કરવા લાખો રૂપિયા ખરચો, ન ખરચાય તો ભાવના રાખો કે ભવાંતરે પણ એવો યોગ મળે. સુવિદ્યા પ્રચાર માટે દાનના યોગની માગણી થાય. નિયાણાં પણ થાય. આ રીતે વર્તે તો આ ભવ અવશ્ય સફળ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org