________________
૧૫૦ -
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
1205
દરિદ્ર એવું પણ શ્રાવકનું કુળ જોઈએ. શ્રી જિનેશ્વરદેવના ધર્મની વાસના માટે જે કુળમાં અવતાર મગાય તે કુળ કેવાં અનુપમ હોય ! પાપનો પશ્ચાત્તાપ હોય !
સાચા આસ્તિક્ય વિના સાચી દયા કેમ આવે ? સાચી દયા લાવનાર આસ્તિયભાવને પામવા માટે પાપના સ્વરૂપને તથા પાપના પરિણામને જ્ઞાનીએ કહ્યા મુજબ માનવા જ પડે. એ મુજબ માનનારને “આટલા પાપમાં શું ?' એવો પ્રશ્ન કદી જ ન હોય, કારણ કે પાપ અને આટલું એ પ્રશ્ન જ ન હોય. કદાચ થઈ જાય ત્યાં પણ સમ્યગ્દષ્ટિ આત્મા માને અને કહે કે ન કરવાનું થાય છે, એટલે પાપનો પશ્ચાત્તાપ કરે. આ દશા ત્યારે જ આવે કે જ્યારે જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા આવે. ટાઢા પહોરનાં ગપ્પાં ?
આજના શ્રદ્ધાહીન લોકો કહે છે કે “નરકાદિક ગતિ બતાવી સામાન્ય જીવોને ભય પેદા કરી પોતાની માન્યતા વધારાય છે. ખરેખર, આવી વિપરીત મતિ વિના એ બિચારા દુર્ગતિએ કઈ રીતે જાય ? દુર્ગતિ જનાર જીવોનું લક્ષણ જ એ છે કે શાસ્ત્રનાં વચનને વિપરીત રીતે યોજી પાપાસક્ત રહે. જ્ઞાનીએ નરકાદિ ગતિનાં વર્ણન કર્યા છે, તે શું તમને બિવરાવવા માટે કર્યા છે ? નહિ જ, પણ અજ્ઞાનથી કે પ્રમાદથી પાપ કરી તમે દુર્ગતિમાં ન જાઓ તે માટે જ્ઞાનીએ એ બધું બતાવ્યું, વર્ણન કર્યું, શ્રી ગણધરદેવોએ ગૂંચ્યું, ઉપકારીઓએ વિસ્તાર્યું અને આજના ઉપકારીઓ સમજાવી રહ્યા છે, ત્યારે એની સામે વિરુદ્ધ હૃદયના જીવો કહી દે કે “એ તો ટાઢા પહોરનાં ગપ્પાં છે'.
નારકીપણું, દેવપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, એ આત્માના પર્યાય છે. જ્ઞાનીએ તપ કરી કેવળજ્ઞાન મેળવ્યું. એ જ્ઞાનથી જે જાણ્યું તે કહ્યું, શ્રી ગણધરદેવે ગૂંચ્યું, અને ઉપકારીએ લખ્યું ! એ શાસ્ત્રની એકસરખી વાણીને પેલા જીવો ટાઢા પહોરનાં ગપ્પાં કહે છે એ કેવી દુર્દશા ? શિક્ષા વધારે નથી !
સભા: પાપ થોડું અને શિક્ષા અનેકગણી એમ કેમ ?
પાપ થોડું કહ્યું કોણે ? પાપાત્માઓ કેટલાનું નખ્ખોદ વાળે છે ? કેટલાને દુર્ગતિમાં પાડી રહ્યા છે ? આ હિસાબ કર્યો છે ? એક આદમીને ચાર થપ્પડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org