________________
1235 – ૮ : આસ્તિકાય અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 – ૧૪૯ જોઈને ઇતરને પણ થાય કે જૈનશાસનમાં કાંઈક છે. આ તો તમને ઋદ્ધિ માગતા જુએ, એટલે એ તમને પણ પોતાના જેવા જ માને ! એ પણ વિચારે કે “ઋદ્ધિ તો અમે પણ માગીએ છીએ, તેમ આ માગે છે;' પણ દાન માગતા જુએ તો એને અસર થાય; અને માને કે “દાન માગનારો ચોપડામાં ખોટું ન જ લખે.” દાન માગનારો બે મીંડાં પર ત્રીજું મીઠું કેમ જ ચડાવે ? લખેલું કેમ જ ફેરવે ? ખરેખર, અનીતિને કાઢવાનો રસ્તો આ છે. એ ક્યારે થશે ? આત્માની દયા સમજાશે ત્યારે. શ્રાવક કુળ : સભા : ધનપૂજન દૂધથી ધોવા વગેરેની ક્રિયા થાય છે.
ત્યાં કેવી કાળજી રહે છે ! મજેનું ગાયનું દૂધ, ચોખ્ખું દૂધ મેળવવાની કાળજી, ટાઇમસર પૂજનની કાળજી, એવી કાળજી પ્રભુપૂજનમાં કદી રાખી છે? જો પ્રભુપૂજનમાં એવી કાળજી રાખો તો બેડો પાર થાય. આ ત્યારે જ બને કે જ્યારે આત્માની દયા જાગે અને જેને આત્માની દયા જાગે તે જ પારકી દયા કરે. પારકાની દયા શી? કોઈ સંબંધી, સ્નેહી, પોતાના પરિચયમાં આવનાર, પોતાની નજરે પડનાર પાપથી કેમ બચે, એ ભાવના. તે પર દયા. એ બુદ્ધિએ જે અપાય તે સફળ થાય : કેટલાય ગણો લાભ થાય. આવી દયા જાગૃત થવી જોઈએ. એવી જાગૃતિના અભાવે જ ભૂખ્યાની દયા આવે છે પરંતુ પાપ કરનાર પ્રત્યે દયા નથી આવતી. છોકરો બીમાર થાય તો આંખમાં આંસુ આવે છે, પણ છોકરો અનીતિ કરે, જુઠું બોલે, પૂજા કે સામાયિક ન કરે, તે માટે આંખમાં આંસુ આવતાં નથી. કહો કે છોકરો અનીતિ કરીને આવે તો માબાપને શું થાય ? મારો દીકરો આવી અનીતિ કરીને દુર્ગતિએ જશે એ ન થવું જોઈએ એ ભાવના આવવી જોઈએ કે નહિ ? છોકરો માંદો પડે ત્યારે રોવું આવે પણ પાપ કરે ત્યારે રોવું ન આવે એ શું ? પાપભીરુતા ઊડી ગઈ છે તે લાવો. પાપ ન કરો. પોતે નહિ કરો તો બીજાને કરતાં અટકાવી શકશો. એક ટંક મળે તો એક ટંક ખાઓ, ભૂખ્યા રહો, પણ અનીતિ ન કરો. તમારા કુળમાં, સંતાનમાં પાપ ન પેસે તેવી ચોકી કરો, તો શાસ્ત્ર વખાણ્યાં છે તેવાં શ્રાવકનાં કુળ આજે પણ થાય. સમ્યગ્દષ્ટિ દેવતા તથા શ્રાવક મનોરથ કયા ભાવે ? મિથ્યાત્વવાસિત ચક્રવર્તીપણું ન જોઈએ, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org