________________
1197
- ૯ : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76
–
૧૧૧
ધર્મના વિરોધીને, ધર્મના ઘાતકને તો એની પાસે આવવું ભારે જ પડે. અમારી પાસે ધર્મવિરોધીઓ પણ ડંફાસ હાંકી જતા હોય અને અમે હાજી હા કરીએ તો એ અમારી ખામી જ ગણાવી જોઈએ. એ ખોટી ડંફાસ હાંકે કે મુનિ અગર ધર્મી કહી દે કે “હું ઓળખું છું', એટલે તરત જ પેલાને પસીનો છૂટે.
વિરોધી ભલે અબજોપતિ હોય પણ સાચો ધર્મી એના તેજમાં ન જ અંજાય. અને પોતે એના તેજમાં નહિ અંજાય એવું સાફ જણાવી દે, એમાં જ ધર્મીની ખરી શોભા અને આબરૂ છે. એવાઓના ખોટા સવાલોમાં ધર્મી ન જ તણાય. વ્યવહારમાં પણ કહેવાય છે ચોરની સાથે વાત કરવામાં શાહુકારની શોભા ન ગણાય. રાજ્યમાં પણ એવો નિયમ હતો અને હજી પણ હશે અને હોવો જ જોઈએ કે રાજાની પોતાની નજરે કોઈ અનીતિ કે પ્રપચ કરતો માલૂમ પડે કે તે વખતે પોતે કંઈ ન કહે, પણ એના ઉપરી દ્વારા એની ઉપર ડિસમિસનો હુકમ મોકલે. વાત કરવાના ટાઇમમાં પણ પેલો નવું સાધે નહિ, એની કાળજી આ નિયમમાં સમાઈ છે. સરકાર ખૂનીને ન્યાય ખાતર કોર્ટમાં લાવે પણ હાથમાં કડી સાથે જ લાવે. ભયંકર ગુનેગારોને હાથ પગમાં કડી નાખ્યા વગર ન જ લાવે, કારણ કે જે આદમી જે પોઝીશનમાં છે તેને તેવો જ રાખવો જ જોઈએ, કેમ કે એને અધિક છૂટ આપવામાં અનર્થ છે. અધિક છૂટ આપે તો એક વાર જેણે જંગલમાં ખૂન કર્યું તે કોર્ટ વચ્ચે પણ કરે. એને એમ થાય કે “ફાંસી તો લખાઈ ચૂકી છે તો સ્વાદ ચખાડીને જ કેમ ન મરું !' કારણકે પાપીનો એ ગુણ છે. હાથમાં કડી ન હોય અને વકીલ પૂછે કે કેમ ખૂન કર્યું ? તો “આમ” કહીને ત્યાં એનું જ ખૂન કરી નાખે. એ વખતે એમ કરતાં પાપીને વાર ન લાગે. માટે ખૂનીને કડી નાખ્યા વગર ન લાવે. પૂર્વકાળમાં અને વર્તમાનમાં પણ ખૂનીને લાવ્યા પછી, જો એની આંખ લાલ માલૂમ પડે તો કેસ મુલતવી રાખે, અને પાછો લઈ જાય. કારણ કે એવાઓ બેડી તોડીને કંઈકનાં માથાં ફોડે. આથી જ કહેવાય છે કે ઘાસલેટ પાસે અગ્નિ ન મુકાય. અગ્નિ પોષક, રસોઈ કરવામાં મદદગાર, પણ ઘાસલેટના ડબા પાસે મૂકો તો લાહ્ય જ લગાડે. માટે બધું જ સ્થાને ઉચિત છે, પણ અસ્થાને નહિ. માટે ધર્માનું તે સ્થાન છે કે જ્યાં ધર્મીને આવતાં આનંદ થાય, અધર્મીને સહેજ મૂંઝવણ થાય પણ આવે, પણ વિરોધીને તો ત્યાં પગ મૂકવો એ પણ ભારે જ પડે. તો સાધુ કે જે ધર્મના દેશક છે, પ્રાપક છે, અને પ્રચારક છે, ત્યાં વિરોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org