________________
૧૧૦ ––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1196
માટે સેવકપણું મટે. પરિણામ એ આવ્યું કે રાજા શ્રી શ્રેણિક જેવો પણ એમનો સેવક બન્યો. શ્રી શાલિભદ્રજીને વિચાર એ થયો કે “કાર્યવાહી એવી કરું કે સેવકપણા ઉપર કાપ મુકાય” અને એ ભાવનાને સફળ કરવા માટે દેવગુરુનું સ્વામિત્વ સ્વીકાર્યું; પણ આજના લોકોને તો એવા સ્વામી જોઈએ છે કે જે પોતાની ઇચ્છાનુસાર આપે અને એમ નથી થતું માટે જ દેવગુરુના સ્વામિત્વને એટલે સ્વામી એવા દેવગુરુને પણ તે ઉલ્લેઠો ફગાવી દેવા તૈયાર થાય છે. પણ એવા સ્વામીને ફગાવી દેવાની ભાવના થઈ ત્યારથી જ એ ભાગ્યહીનોના કપાળે કાળા અક્ષરે ગુલામી લખાઈ ચૂકી છે.
શ્રી વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોની ત્યાગમયી આજ્ઞા જેને ન ગમે, તેના કપાળમાં ગુલામી કાળા અક્ષરે લખાઈ ચૂકી છે. નિર્માઈ ચૂકી છે. કોઈ ભલે ડાહ્યા અને મોટા કહેવાતા હોય, પણ જેને દેવ, ગુરુ અને ધર્મની ગુલામી ન ગમે, તે ખરે જ પાગલ છે. વિશ્વમાં સજ્જન જેની પ્રશંસા કરે તેની જ કિંમત છે, પણ દુર્જન જેની પ્રશંસા કરે તેની કિંમત નથી. આથી જ દુર્જનની પ્રશંસામાં ગૌરવ માનનારો ગમે તેવો વિદ્વાન હોય તો પણ બેવકૂફ છે. માટે સમજો કે દુર્જને કરેલી પ્રશંસા પણ ભયંકર છે. એથી કલ્યાણના અર્થીએ દુર્જનોની પ્રશંસાથી રાજી થવાનું નથી, પણ દુઃખી થવાનું છે; કારણ કે સજ્જને કરેલી નિંદા ભૂંડી નથી પણ દુર્જને કરેલી પ્રશંસા મૂંડી છે. ખરે જ, સજ્જને કરેલી નિંદાથી રાજી થવાય પણ દુર્જને કરેલી પ્રશંસાથી રાજી ન જ થવાય.
વિષયમાં રાચેલા સાધુ પાસે આવતાં આંચકો ન ખાય એ બને, પણ વિષયને સારા માનનારા તો જરૂર આંચકો ખાય. આમ છતાં પણ જો વિષયોને સારા માનનારાઓ, સાધુઓ પાસે છાતી કાઢીને જતા હોય, તો તેમાં બે કારણ છે : એક તો તેઓને સાધુનો સંસર્ગ ફળ્યો નથી અને બીજું એવાઓની પીઠ થાબડનાર એ સાધુ છે. આ બે કારણો સિવાય એ વસ્તુ બનવી એ સંભવિત જ નથી.
વિષયને સારા માનનારા સાધુઓ પાસે જતાં આંચકા ખાય, એનો અર્થ એ છે કે એવાઓનો પગ ભારે થાય, અને સાધુ શું કહેશે એમ એવાઓના હૃદયમાં થાય. રાજાઓને પણ કવિઓ બે રીતે ઓળખે છે અને ઓળખાવે છે કે એની એક આંખમાં ભય હોય અને બીજી આંખમાં પ્રેમ હોય. એથી ગુનેગાર રાજા પાસે જતાં ધ્રૂજે અને બીજા ગુનેગાર આનંદથી જાય. એ જ રીતે ધર્મીની પાસે પણ ધર્મીને આવતાં આનંદ, અધર્મીને સહેજ મૂંઝવણ છતાં પણ આવે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org