________________
1195 -
- ૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76
– ૧૦૯
શાથી? કોઈના કહેવાથી, વાંચવાથી, કે સલાહથી - પણ ખાતરી શી ?” વખતે પુષ્ટિનો ગુણ હોય અને વંચિત રહી જવાય તો ? આ કોઠાને ઝેર જ અનુકૂળ હોય તો ? માટે એક વખત તો ખાવું જ એટલે ખાતરી થાય કે એ પ્રાણ નાશ કરે છે કે નહિ, કારણ કે અનુભવ કર્યા વગર એ વાતને માની લેનાર તો અંધશ્રદ્ધાળુ કહેવાય અને એમ કહેવરાવવું એ તો આંધળાનું કામ, માટે એમ તો અમે ન જ માનીએ. આવું વિચારીને કોઈએ પણ ઝેરનો અનુભવ કર્યો ? સભા : સાહેબ ! આવી જાતના અખતરા તો પોતાની જાત ઉપર નહિ પણ પારકા
ઉપર કરે એવા છે ! અને વળી એવા અખતરા કરીને જગતના ભલા માટે
પોતે એમ કરે છે એમ કહે એવા છે ! ત્યારે અનંતજ્ઞાનીઓનું કહેવું માનવામાં હરકત શી હતી ? ખોટી ચીજ ન ભોગવત તો હાનિ શી હતી ? નાશકને નાશક માની જ લેવું હતું ને ! નાહક અખતરા કરી બીજાનો નાશ કરવાનું કારણ શું? પણ આ બધા સુવિચારોથી વંચિત રહેલા પાપાત્માઓ એક એક ચીજના અનુભવ માટે અખતરાના બહાને, હજારો પ્રાણીઓનો નાશ હસતાં હસતાં કરી રહ્યા છે. કારણ કે તેઓ ક્રૂર, સ્વાર્થી છે. અન્યથા એવા અખતરા પારકા ઉપર થાય છે પણ પંડ ઉપર કેમ નથી થતા ? આથી સમજો કે ગમે તેવી દશામાં પણ જેના જેનાથી લપટાઈ જવાય, લપસી જવાય, એવી ચીજોના અખતરા ન જ હોય. ચીકણી જમીન ઉપર અંગૂઠો દાબીને જ ચલાય. ઊભા રહેવું પડે તો પણ ટેકેથી સાચવીને જ ઊભા રહેવાય. એ જ રીતે જ્ઞાનીએ જેને ત્યાજ્ય કહ્યું તેનો અનુભવ કરીને પછી છોડવું, એવું કહેનારાના જેવા દુનિયામાં પાપોપદેશકો કોઈ જ નથી. સંસાર કેવો છે, તે અનુભવવાનું કેમ જ કહેવાય? નાના બાળકને પણ નીકળવાની ભાવના થાય તો તેને રહેવાનું કેમ જ કહેવાય ? સાચાં માબાપ તો તે જ કે જે બાળકની એવી ઉત્તમ ભાવનાને પુષ્ટ કરે, પણ ખરેખર અધઃપતનનો કાળ આવે ત્યારે ભાગ્યહીનોને સામગ્રી પણ તેવી મળે છે !
આજે સ્વતંત્રતાના નામે ભયંકર પાપભાવનાઓ આવી છે. શ્રી શાલિભદ્રજીને ગુલામી ન ગમી એ વાત ખરી, પણ કોની ગુલામી ન ગમી ? પોતાના જેવાની ગુલામી ન ગમી, પણ ભગવાન શ્રી મહાવીર દેવની અને નિગ્રંથ ગુરુની ગુલામી તો હર્ષથી માન્ય હતી. મનુષ્ય જેવા મનુષ્યની, રાજાની ગુલામી ન ગમી, કારણ કે એટલી પોતાના પુણ્યમાં ખામી દેખાઈ, એટલે ભોગને વિષ જેવા માન્યા અને એવા સ્વામીની સેવા સ્વીકારવાની ભાવના થઈ કે જે સ્વામીના યોગે સદાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org