________________
૧૦૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
1194
અથવા તો જેના ઉપર વૈરાગ્ય લાવવો જરૂરી છે, તેનો પણ અનુભવ લેવાની ભાવના રાખવી, એ ભયંકર અજ્ઞાનતા છે. વળી ખરાબ વસ્તુનો સહવાસ કર્યા વિના પણ તે વસ્તુ ઉપર વેરાગ્ય થતો હોય, તો વાંધો પણ શો છે?
સભા: સાહેબ ! લાલસા રહી જાય ને ?
ભાગ્યશાળી ! એ તો વિચારો કે “ભોગ ભોગવવાથી લાલસા વધે કે ઘટે ?' જ્ઞાનીઓ તો ફરમાવે છે કે વિષયભોગ ભોગવીને પછી વૈરાગ્ય પામીશ, એમ કહે એના જેવો અજ્ઞાની કોઈ નથી. દુનિયામાં પણ કહેવત છે કે આશા આકાશ જેવડી એટલે એનો અંત જ નથી, માટે આશા પૂરી થયા પછી વિરાગી થાઉં એ ભાવના જ ખોટી છે, કારણ કે આશાનો અંત કર્યા વિના તેનો અંત આવતો જ નથી. વળી જ્ઞાનીઓએ ત્યાજ્યના અખતરા કરવાનો નિષેધ કર્યો છે. અખતરા ઇષ્ટના હોય કે અનિષ્ટના ? શ્રદ્ધા નહિ રાખતાં નિર્ણય કર્યા પછી જ અમલ કરવો, એમ જો બાળક કરે તો તે શું જીવે ? માબાપ જે આપે તે બાળક તરત મોંમાં લઈ લે છે, તો પેલાઓએ આવાં બાળકોને પણ તેમ કરતાં બંધ કરવાં જોઈએ ને ? અને એમ કરવા માટે એમના કાનમાં જઈને કહે કે “ઓ મૂર્ખ ! આ ચીજ પુષ્ટિ કરશે એની ખાતરી શી ?' આવું કાનમાં કહે અને બાળકને અટકાવે તો બાળક રુએ પણ માબાપ મોમાં મૂકે કે ખુશ થાય, તો પછી કહો કે આવાં બાળક સારાં કે આ ભણેલા સારા ? બાળક બીજી પંચાતમાં જ ન પડે. એ તો એક જ વાત કે બા કહે તે ખરું. બા અગર બાપા આપે તે ખાવુંપીવું અને એ કહે તેમ વર્તવું. કંઈ ચીજ આપવા લેવા જાય, ત્યાં – એ બીજું ન બોલે પણ
મારી બાએ મોકલ્યો હતો' - એટલું જ કહે, જે બાળક પોતાની માના કે બાપના હાથનું મોંમાં મૂકેલું ખાતો તે જ બાળક મોટો થઈને પોતાના બાળકના મોંમાં મૂકતો બને. એ શાથી? તો પોતાના માબાપના ઉપર વિશ્વાસપૂર્વક ચાલ્યો તેથી. એ રીતે ભણ્યા ગમે તેટલું પણ વૈરાગ્ય, સંયમ, ત્યાગ સારા છે એની એને ગમ નથી. જેમ બાળકને અનાજ પોષક છે કે કેવું એ ગમ નહોતી, પણ વિશ્વાસથી મોંમાં મૂકતો તેમ અહીં પણ વૈરાગ્ય, સંયમ, ત્યાગની ગમ ન હોય એ બને, પણ એ ગમ ન હોય ત્યાં સુધી એ વિષયમાં બાપ ગણાતા જે હોય તે જે આપે તે લેવામાં એને હરકત ન હોવી જોઈએ. આ બાપ છે એમ માની લે તે ખરા કે ન માની લે તે ખરા ? જો એમ ન હોય તો દુનિયાના બધા પદાર્થોનો, નાશક પદાર્થોનો પણ અનુભવ કરો. “ઝેર એ પ્રાણનાશક કહેવાય છે પણ જાણ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org