________________
193 - ૬: માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 – ૧૦૭ વિરોધી હોઈ શકે, કેમ કે ઘોર મિથ્યાત્વના યોગથી દુઃખનાં સાધન જ સુખનાં સાધન મનાઈ જાય છે. એ જ કારણે અભાવીનું સંયમ, તપ વગેરે અનુપમ, પણ પુદ્ગલને, પૌલિક પદાર્થોને સુખનું સાધન માનવાથી એ સાચી વસ્તુ તણાઈ જાય છે. વિષય એ દુઃખનું સાધન છે એમ જેને ન સમજાય, તે સમ્યગ્દષ્ટિ પણ નથી અને વિષયનો અનુભવી પણ નથી.વિષય એ દુઃખનું સાધન છે એવું અખંડિતપણે જેની સમજમાં બેઠું હોય, તે વિષયનો અનુભવી !
વિષય મુખ્યતયા પાંચ : રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. એ પાંચને ભોગવતાં અનુભવીનો આત્મા દુઃખ માને, તો સમ્યગ્દષ્ટિ તો માને જ! એવું જે માને તે જ સાચો અનુભવી છે. એથી જ પંડિત પણ તે જ કે, જે પાપથી ડરે. તો હવે વિચારીને નિશ્ચિત કરો કે સમ્યગ્દષ્ટિ, સાચો અનુભવી અને વિચક્ષણ તે જ, કે જે પાંચ વિષયોને દુઃખનું કારણ માને અને જે એમ ન માને તે તો અનુભવી નહિ, પણ ફસેલો અને આસક્ત જ છે. એવાને અનુભવી ન જ કહેવાય, કારણ કે અનુભવી એવી રીતે ફસાય નહિ : અર્થાત્ અનુભવી તે જ કે જે ફસાય નહિ. આથી “મુનિ સંસારના અનુભવી ખરા કે નહિ ?' એ પ્રશ્નનો ઉત્તર પણ મળી જ જાય છે. કારણ કે શ્રી જૈનશાસનના મુનિઓ સંસારના સાચા અનુભવી છે જ. કારણ કે, શાથી ? તો એથી જ કે જે દુઃખનાં સાધન છે તેને તે દુઃખનાં સાધન તરીકે જાણી શકયા છે, જાણી નથી શક્યા તે અનંતજ્ઞાનીએ કહેલ છે માટે હૃદયથી માની શક્યા છે અને જાણી પણ નથી શક્યા અને માની પણ નથી શક્યા તો જ્ઞાનીની પાછળ ચાલી છોડી શકયા છે, માટે એ અનુભવી. વ્યવહારમાં પણ જે વેપારીને ત્યાં શીખવા બેસે ત્યાં તરત જ ન આવડે. પહેલાં ધક્કા ખવરાવે, ટોપ-ટયાં કરાવે. પેલો બેસનાર પણ સમજે કે એ બધું કરશું તો શેઠની મહેરબાની થશે માટે બધું કરે, પણ પહેલાંથી જ એવી હઠ કરે કે શીખવાડે તો જ જાઉં, તો એ જિંદગીમાં કાંઈ જ જાણે નહિ. પણ આજ તો એવા સઘળાય અનુભવોનો ઇનકાર કરીને ઉલ્લેઠો કહે છે કે “જ્ઞાનમૂલક જ વૈરાગ્ય જોઈએ માટે ખોટી ચીજ હોય તે બધાનો અનુભવ કરીએ, અનુભવજ્ઞાન મેળવીએ અને અમને દુઃખનું સાધન લાગે, તથા ત્યાં રહેવા છતાંયે વિરાગ થાય ત્યારે જ વૈરાગ્ય વાજબી છે એમ માનીએ તથા જેનો વૈરાગ્ય કરવો હોય એનો અનુભવ લેવો જોઈએ.' પણ એ બિચારાઓ કશું સમજતા જ નથી, કારણ કે જ્ઞાન કંઈ આકાશમાંથી ઊતરવાનું નથી તેમજ ખોટી ચીજોના પણ અનુભવ કરવા બેસવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org