________________
૧૦૭
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ —
—
1192
એટલે ભગવાને કહ્યું કે “હું મરીને મોક્ષમાં જવાનો છું માટે મને “મર' કહ્યું, કે જેથી આટલી પણ ઉપાધિ ન રહે, તને “જીવ” કહ્યું કારણ કે મરીને તું નરકે જવાનો છે અને જીવે ત્યાં સુધી ધર્મની પ્રભાવના કરવાનો છે. અભયકુમારને
જીવ યા મર” કહ્યું, એનું કારણ કે એ આ લોકમાં પણ કામનો છે અને મરીને પણ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં જવાનો છે અને કાલસૌકરિકને ‘ન જીવ ન મર’ કહ્યું કારણ કે જીવીને રોજ પાંચસો પાડા મારે છે અને મરીને નરક જવાનો છે. આ બધું કહેવામાં આપણો મુદ્દો એ છે કે પોતાના તારકની અવગણના જોઈ ન શકાય. ઠોઠમાં ઠોઠ પણ પોતાનાં માબાપને દેવાતી ગાળ સાંખે ? ન જ સાંખે. એ જ કારણે જ્ઞાનીઓ કહે છે કે પાપાત્માઓ તો ઊંઘતા સારા પણ જાગતા સારા નહિ.' પણ આજે તો ધર્મી ઊંઘે છે અને પાપી જાગે છે. પાપી જાગતા રહીને પાપની યોજના કર્યે જ જાય છે. ખરેખર, એવાઓની સાથે રહી જીવવા કરતાં કરવામાં કશી જ હાનિ નથી. આથી દરેકેદરેક ધર્મરસિકે નિશ્ચય કરવો જોઈએ કે દુષ્ટોની સોબતથી માન મળે તો તે પણ ન જોઈએ.
મનુષ્યપણે સમાનતા છતાં આ સ્વામી અને હું સેવક, એ ભાવના શ્રી શાલિભદ્રજીને સમ્યક્તમાંથી જન્મી હતી. એ ભાવના સમ્યક્તની દ્યોતક હતી. એ ભાવનામાં પાપવાસના નહોતી, અયોગ્ય અભિમાનનો અંકુરોયે નહોતો કે ઉદ્ધતાઈ પણ નહોતી. એ પુણ્યશાળીની ભાવનાનું રહસ્ય જ એ હતું કે “ભગવાન શ્રી મહાવીરસ્વામી એ સ્વામી ખરા, નિગ્રંથ ગુરુ એ સ્વામી ખરા, પણ આ સ્વામી કેમ ?' આ ભાવનામાંથી જન્મ્યો નિર્વેદ, એમાંથી સંવેગ, પછી ઉપશમ, ત્યાર બાદ સંયમ અને તપ તથા અનશન! પરિણામે સર્વાર્થસિદ્ધ વિમાને ગયા, જ્યાંથી મનુષ્ય થઈ મુક્તિપદે જશે. પણ આજના ઉલ્લંઠોને તો આ બધાથી ઊંધી ભાવના છે, માટે એમને આ બધું નથી ગમતું. આજના એવાઓ કહે છે કે “આપે તે સ્વામી'. આપણે પણ કહીએ છીએ કે આપે તે સ્વામી, પણ જેવો સ્વામી તેવી માગણી હોય. માગનારે વિવેક રાખવો જોઈએ. પૌગલિક પદાર્થોની પ્રાપ્તિની માગણી માટે આ સ્વામી નથી. કેટલાક પ્રશ્નોત્તર :
આજના ઘણાય કહે છે કે “આ દેવગુરુ પદ્ગલિક પદાર્થો આપતા દેખાતા નથી માટે માનીએ શાના ?' આથી સ્પષ્ટ છે કે સુખના અર્થી પણ ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org