________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
પણ આવે, પણ એની સાથે વાત કંઈ થાય ? વિષયાધીનોની સાથે સાધુઓથી પણ વિષયની બાંગ ન જ પોકારાય.
૧૧૨
કોઈ આવીને કહે કે ‘કંઈક છે, હું આવો છું, તેવો છું’ તો સાધુ કહી દે કે ‘તમે ધર્મ માટે લાયક નથી, ખોટા મદમાં ચડી માયામાં પડી આત્માની બરબાદી કરી રહ્યા છો, લક્ષ્મી તો આજે છે, કાલે ચાલી જશે, કારણ કે એ ચંચળ છે, આખરે ભીખ માગશો અને ગતિ બગડશે. ચક્રવર્તી પણ શ્રી તીર્થંકરદેવ પાસે જઈ કે નિગ્રંથો પાસે જઈ એમ નથી કહેતા કે હું છ ખંડનો માલિક છું !' ચક્રવર્તીઓ તથા ઇંદ્રો પણ જે તારકના શાસનને ઇચ્છે, જેની સામે હાથ જોડીને ઊભા રહે ત્યાં શું હશે ? અસંખ્યાતા દેવોના સ્વામી ઇંદ્રો પણ હાથ જોડીને-મસ્તક નમાવીને પ્રભુ પાસે ઊભા રહે. દેવતાઓને ઉપકારીઓ કહેતા કે જો ભોગમાં મૂંઝાયા તો એકેંદ્રિય પણ થશો માટે સાવધ રહો, અને મોહમાં સાન-ભાન ન ભૂલો. ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું શ્રી ગૌતમસ્વામી મહારાજાને જે ભગવાન કહેતા હતા, તે ચક્રવર્તી તથા ઇંદ્રોને શું કહેતા હશે ? છતાંય એ બધા હાથ જોડીને જ ઊભા રહેતા. આથી સમજો કે મુનિ પાસે હાથ જોડીને જ ઊભા રહેવાય.
1198
અનાથી મુનિના નાથ થવાનું શ્રી શ્રેણિક રાજાએ કહ્યું હતું, ત્યારે અનાથી મુનિએ શું કહ્યું હતું ? પોતે મોં મલકાવીને કહે છે કે ‘રાજન ! નાથવાળા બન્યા પછી બનવા આવજો.' આ કહેવાથી શ્રી શ્રેણિક મહારાજાના જીવનની આખી દિશા જ પલટાઈ ગઈ. આવું કોણ કહે ? અમુભાઈ ને ચનુભાઈ એમ કર્યા કરે તે ? નહિ જ. એવાઓ કદી જ સાચું જોઈએ તેવા સ્વરૂપમાં નહિ કહી શકે.
વડોદરા કૉન્ફરન્સ વખતે ૫૨મ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજા ત્યાં હતા અને પ્રાયઃ તે અરસામાં પુસ્તકાલય જોવા વડોદરાનરેશ પણ ત્યાં આવ્યા હતા. શ્રી આચાર્ય મહારાજાની ભવ્યાકૃતિ જોઈ વડોદરાનરેશે પૂછ્યું હતું કે ‘આપ ધર્મોપદેશ આપશો ?' શ્રી આચાર્યે મહારાજાએ કહ્યું હતું કે ‘ધર્મોપદેશ આપવામાં વાંધો નથી.' ફરી ગાયકવાડ મહારાજાએ પૂછ્યું કે ‘ઉપદેશમાં શું કહેશો ?’ આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી આચાર્ય મહારાજાએ જણાવ્યું કે ‘એ પ્રશ્ન જ નથી. મને ઠીક લાગશે તે કહીશ.’ બહાર જઈને નરેશ પોતાના માણસોને કહે છે ‘ત્યાગી સાધુ મેં આજે જોયા. બીજા તો મને કહેવરાવે કે અમારું વ્યાખ્યાન સાંભળો અને એનો વિષય આપ પસંદ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org