________________
૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા 76
જ્યારે આમને તો પરવા જ નથી અને કહે છે કે મને ગમે તે ઉપદેશ આપીશ.’ ધર્મગુરુ પાસે ઉપદેશ લેવા આવે, ત્યારે ‘આપ કહો તે કહું' એમ ધર્મગુરુ કેમ કહે ? અમુક વસ્તુ સમજવાનું કોઈ કહે એ વાત જુદી છે. પણ ધર્મગુરુ ઉપદેશ તો પ્રભુની આજ્ઞાનુસાર જ આપે. આટલું કૌવત તો ધર્મગુરુમાં હોવું જ જોઈએ અને એ હોય તો જ સામા ઉપર છાયા પડે છે. આજના કેટલાક લોકો તો કહે છે કે ‘ધર્મગુરુ ખરા, પૂજ્ય ખરા, પણ અમે કહીએ તેમ વાંચે તો ખરાં. ધર્મગુરુ અને જ્ઞાતા થયા પછી હોય તે કહે કે સામાના કહેવા મુજબ કહે ?
1199
સભા : અમુક સૂત્ર વાંચવું કે અમુક એ તો પુછાય છે ?
એ પુછાય. એ તો માત્ર કર્યો વિષય સાંભળવાની રુચિ છે તે માટે કયું સાંભળ્યું છે, કયું નહિ એ માટે, પણ ‘અમુક દેશના આવી રીતે દો' એમ ગૃહસ્થે મુનિને કહેવાનો અધિકાર નથી. દાનધર્મની દેશના અગર કોઈ પણ ધર્મની દેશના તો શાસ્ત્રમાં હોય તેવી દેવાય, પણ ગૃહસ્થ કહે તેવી ન દેવાય. મુદ્દો એ છે કે દુનિયાના વિષયમાં પડેલાને ધર્મગુરુ ધર્મ ચારે દઈ શકે ? કહેવું જ પડશે કે વિષયમાંથી ખસેડે તો, પણ ત્યાં પોતે ફસાય તો શું થાય ? શ્રી શાલિભદ્રજીની ભાવના ઊંચી હતી, એ જોઈ શ્રેણિકને એમ થયું કે ‘આવી ભોગવાળી સ્થિતિમાં આ ભાવના ! એ પૂજ્ય છે.' પોતે સેવા કરવા આવ્યા - કોઈ બોલાવવા નહોતું ગયું. ‘ધર્મ, ધર્મગુરુ અને એ બેયના ઉત્પાદક શ્રી વીતરાગદેવનું સ્વામિત્વ સ્વીકાર્યા વિના ચાલે તેવું નથી.' - એમ ચારે થાય ? ત્યારે જ કે જ્યારે વિષય દુઃખનાં સાધન મનાય અને એમ માને તે જ સાચા અનુભવી. પછી ભલે તે સાધુ હોય કે શ્રાવક હોય. તો હવે કહો કે ‘શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ દુઃખરૂપ, દુઃખલક અને દુઃખની પરંપરાવાળા લાગે છે કે નહિ ?’ આટલો એકડો તો નક્કી કરો. આટલું થાય તો આ દેવ, ગુરુ અને ધર્મનું સ્વામિત્વ સ્વીકારવામાં વાંધો નહિ આવે.
૧૧૩
અર્થ કામ સારા માન્યા છે ત્યાં એને માટે, એ જ્યાં મળે ત્યાં આજીજી કરો છો ને ! અરજીઓ કરીને શેઠ શોધો છો કેમ ? આજે ભણેલાને પણ નોકરી નથી મળતી એ બૂમ છે. ભણેલા પણ અભણ પાસે જઈને પોતાને નોકર તરીકે રાખવાનું કહે છે. સત્તર જણની સિફારસ કરે, ત્યારે માગતો હોય એનાથી અરધા પગારે શેઠ રાખે. ઘણા કહે છે કે ‘અમે ગ્રેજ્યુએટ થઈને નીકળ્યા ત્યારે સો-બસોનો પગાર મળશે એવું માનતા હતા, પણ ઘણાને તો સાઠ પણ પરાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org