________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
મળે છે.’ અર્થ-કામને માટે એ જ્યાંથી મળે ત્યાં સ્વામિત્વ સ્વીકારવામાં નાનમ નથી થતી, અને અહીં દેવગુરુનું સ્વામિત્વ સ્વીકારવામાં વાંધો આવે છે, એનું કારણ ? એ જ કે વિષયને સુખનું સાધન માન્યું છે, પણ દુઃખનું સાધન માન્યું નથી માટે જ એ દશા છે.
૧૧૪
જેઓ વિષયને સુખનું સાધન માને, એવાને ભક્ત બનાવવા કે અનુયાયી બનાવવા પ્રયત્ન કરવો તે આત્મઘાત છે. જે વિષયની માગણી કરવા આવે, ગુરુ પાસે અર્થકામની પુષ્ટિ કરાવવા આવે, એવાના ગુરુ બનવાના લહાવા ભયંકર છે. એવાના ગુરુ બનવા કરતાં એ પ્રદેશમાંથી ચાલ્યા જવું, એ જ સારું છે, પણ એવાના ગુરુ બનવું સારું નથી. ગોશાળો પોતાની મેળે ભગવાનનો ચેલો બન્યો હતો, એટલે ભગવાનની સાથે એ ચાલતો, પણ વાતો શી કરતો ? ક્યાંય રસોઈ થતી હોય એ જોઈને ભગવાનને કહે કે જમીને જઈશું. પણ ભગવાન એની વાતને સાંભળતા પણ નહિ ! આજના પણ કેટલાક એવા પાક્યા છે કે જે સાધુને કહે છે કે ‘તમે દુનિયામાં રહો તો અમારા કહ્યા મુજબ હાજી ભણો. ભગવાને કહ્યું, પૂર્વાચાર્યોએ કહ્યું, આગમે કહ્યું તે વાત ખરી પણ વીસમી સદીમાં એ બધું ન ચાલે માટે સુકાન ફેરવો.' આવી રીતે સાધુને સુકાન ફે૨વવાની સલાહ આપે છે, પણ એવી સલાહ આપનારને તો જે ગુરુ હોય તે તો સંભળાવી જ દે કે ‘જા ! જા ! નાપાક ! નિમકહરામ બનીને નિમકહરામ બનાવવા આવ્યો છે ? જેના નામથી, વેષથી, ક્રિયાથી આત્માનો ઉદ્ધાર થાય છે અને જગતપૂજ્ય બનાય છે, તેનાથી બેવફા બનવાની શિખામણ આપવા આવ્યો છે ?' દુનિયાદારીમાં પણ સાચી વફાદારીની જ કિંમત છે, માટે સર્વત્ર સાચી વફાદારી સ્વીકારવી પડે છે, તો જે ધર્મગુરુઓએ શ્રી મહાવીરદેવના, એટલે કે સર્વજ્ઞ ૫૨માત્મા શ્રી જિનેશ્વરદેવોના શાસનને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે, તે ધર્મગુરુઓ શ્રી જિનેશ્વરદેવોના અને તેમના શાસનના જ ગુણો ગાય કે તમારાં ગુણગાન ગાય ?
સભા : થોડા પણ અમારા નહિ ?
1200
તમારામાં લાયકાત હોય તો તમારાં પણ ગાય, પણ આજ્ઞા સાચવીને જ : આજ્ઞાને આઘે મૂકીને તો નહિ જ ! પણ પેલા ઉલ્લંઠો તો કહે છે કે વીસમી સદીમાં આ ચાલે જ નહિ માટે સુકાન ફેરવો . સુકાન ફર્યું કે સો મણ દૂધના કૂંડામાં વિષનો કણીઓ પડ્યો સમજો. સુકાન કઈ દિશામાં હોય ? કહેવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org