________________
1201
– ૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76
– ૧૧૫
પડશે કે જે દિશામાં ઉદય થાય તે દિશામાં ! નાવિક પણ પવન ફરે તો નાવનું મોટું ઊલટી દિશામાં ન લઈ જાય. પવન પ્રતિકૂળ હોય, સામે પૂર હોય તો ચાટવા લે, હલેસાં મારે, બેને બદલે બાર માણસ મહેનત કરે, પણ જાય તો તે જ માર્ગે. જો પવન વિફરે અને નાવ ચક્રાવે ચડે તો ત્યાં ને ત્યાં ઘુમાવે પણ ઊંધી દિશાએ ન વાળે. પહાડ સાથે ન ભટકાય એની કાળજી રાખે. એ કામ કપ્તાનનું છે. કપ્તાન પણ પરીક્ષામાં પાસ થયેલો જોઈએ. મોટર ડ્રાઇવર પણ પાસ થયેલો જોઈએ છે ને ! જે રીતે હાંકવાનું ભણ્યો હોય તે જ રીતે હાંકવાનું માલિક કહે. માલિક કહી દે કે “મરજી મુજબ ન હતો અને દારૂ પીને ન બેસતો, તે જ રીતે ભગવાન શ્રી મહાવીરનો ઓઘો હાથમાં રાખનારા વિષયાધીનોનાં ખોટાં માનપાનથી રાજી ન જ થાય. જો એવા થવાય તો તો શાસન ડહોળાય ! હજી તો આપણે ઘણા છીએ પણ એવો વખત આવે કે “હું તું અને તેરહીએ અને કદાચ હું' પર વાત આવીને અટકે, તોય એ વખતે જે ધર્મજીવન જીવે તે, પ્રભુએ ફરમાવેલી ભાવનામાં ટકે તે જ પુણ્યવાન. હું એકલો માટે સામાનું સાચું એમ વિચારી જે વિરોધીઓમાં ભળ્યો, તે તો ગયો જ સમજવો. સભા: સાહેબ ! ખરી વાત છે. આ વીસમી સદીમાં સૂર્ય ચંદ્ર પણ ગતિ નથી ફેરવી
તો શાસનના સાચા સંચાલકો શુદ્ધ અને સ્વાભાવિક શાસનમાં શાસ્ત્રથી વિપરીત
ફેરફાર કેમ જ કરે ? એમ ન જ બને, કારણ કે એ આજના ઉલ્લંઠો જેવા મૂર્ખ નથી. અસ્તુ. વિશેષ હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org