________________
૭ઃ અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ:
77
૦ પાપમાં ચોંટવાપણું કેમ છે ?
• આત્મા સાથે વિચારો ! ૦ કર્મ અને આત્મા -
• નિમિત્ત કેવી રીતે ? ૦ આત્મા પામર શાથી ?
• ઉત્પાદનને સદ્વ્યયનો ફરક : ૦ શ્રી ઢંઢણ ઋષિ :
• અશુભ ભાવનાથી દુઃખ ! ૦ બચતાં શીખો !
૦ અમાનુલ્લાહ ! • શુભબંધનું પરિણામ -
વિદ્વાન કોણ ? ૦ નફાવાળા વેપારમાં હિસાબ ? વિષય : પુણ્યોદય અને પાપોદયમાં આત્માએ રાખવાની સાવધાની.
સંસ્કારરસિકતામાં કારણ કર્મ છે, એની ના નથી પણ એ કર્મને બદલવું આત્માને સ્વાધીન છે. પુણ્યના ઉદયે પ્રાપ્ત થતી સુખ-સાહ્યબીમાં કેવી વિરક્તિ રાખવી અને પાપના ઉદયે મળી આવતી આપત્તિમાં કેવી સમતા સાધવી એની કળા આ પ્રવચનના વાક્ય વાક્યમાં મળી રહે છે. અનંત શક્તિનો ધણી આત્મા દીન કેમ જ બને ? એ અંગે શ્રી ઢંઢણ અણગારની દૃઢતા અને અદીનવૃત્તિનું દૃષ્ટાંત સરસ રીતે આપી વાત સ્પષ્ટ કરી છે. સુખનો માર્ગ સંતોષ છે, આજની દીનતાનું મૂળ અશુભોદય કરતાં પણ મનમાં સળગી રહેલી ઈર્ષ્યા, અસંતોષની આગ જ છે. એનું સચોટ નિદાન કર્યું છે. પ્રસંગવશ છ કાયની હિસાથી જન્ય પદાર્થોનો મુનિને ઉપયોગ કરવો પડે, છતાં એનો મુનિ ઉપદેશ તો ક્યારે પણ આપે નહિ જ એવી વીરવાણીના ઉદ્દઘોષપૂર્વક સાચી વિદ્યાનું સ્વરૂપ સમજાવી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાક્યાતૃત • કર્મ ભયંકર સંયોગો ઊભા કરે, કફોડી હાલતમાં મૂકે, પણ દીન બનાવવાનું કામ એનું નથી. - દીનતા એ તો પામરતા છે અને એ પામરતા આત્માની છે, પણ બીજા કોઈની નથી.
સંયોગોને એવા કેળવો કે એક ભવના સુધારા સાથે અનેક ભવનો સુધારો થાય.
કર્મના ઉદય સાથે બેઠા કે માર ખાધો સમજો - • કર્મનો ભરોસો ન રાખો, થોડું થોડું પણ બચતાં શીખો, તો ભયંકર પ્રસંગે પણ બચી શકશો !
કર્માનુસારિણી મતિ થાય એમાં ના નહિ, પણ એને ફેરવવાની તાકાત આત્મા ધરાવે છે. મેળવેલી ચીજના સદુપયોગમાં ધર્મ, મેળવવામાં તો પાપ. જ્યારે દેવાની ચીજ ઉત્પન્ન કરવામાં પણ પાપ, ત્યાં દાન માટે પેદા કરવાની વાત જ ક્યાં રહી ? સાધર્મિકને સતેજ બનાવવા માટે ઘરબાર તારાજ કરાય, પણ ઘરબાર સળગાવી મૂકે એવા એમને સતેજ ન જ કરાય. જે વિદ્યા ઉન્મત્ત બનાવે એ વિદ્યા મદિરા જેવી છે. એવી વિદ્યા ન મળો, ન લો અને ન આપો. વિલાસી બનાવે તેવી વિદ્યા લેવા કરતાં મૂર્ખ રહેવું અને મૂર્ખ રાખવું એ જ સારું છે. વિલાસનું પરિણામ વિનાશ છે, માટે વિરાગી એ વિદ્વાન છે, પણ વિલાસી એ વિદ્વાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org