________________
૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ :
પાપમાં ચોંટવાપણું કેમ છે?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાના ભાવને અનુસરી, ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે કર્મના ભારથી ભારે થયેલા આત્માઓ વિષયમાં એવા લીન થયા છે કે, ગમે તેટલી આપત્તિઓ આવે તો પણ સકળ દુઃખના આવાસરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી. આવેલી આપત્તિને ઘોળી પીને પણ ત્યાંથી ખસતા નથી. શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક હોય, તે છતાં પણ અતિ વિષયાધીન જીવો ત્યાંથી ખસી શકતા નથી. આપત્તિ આવે તો કરુણ સ્વરે રુએ, શોક કરે, ભાગ્યને ઠપકો આપે, પણ ત્યાં રહ્યા રહ્યા જ, અને એ સઘળાંનો હેતુ એક જ કે એ સ્થાન ન છૂટે. વધુમાં અતિ વિષયાધીન આત્માઓ વિષયોની આધીનતાને લઈને, આ લોકમાં પણ અનેક વ્યાધિઓ વગેરે ભોગવીને, બિચારાઓ પરલોકમાં પણ દુર્ગતિએ જાય છે, જ્યાંથી કોઈ છોડાવી શકતું નથી. અતિ વિષયાધીન આત્માઓ માટે કોઈ છોડાવનાર મળે નહિ એવી દુર્ગતિમાં જવાનું તો સરજાયેલું જ છે અને આ લોકમાં પણ વ્યાધિઓ વગેરે ભોગવવું પડે છે. આથી ઉપકારીઓની આજ્ઞા મુજબ શુદ્ધ અને સાચા વિવેકી બનીને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી દુ:ખનો સર્વથા અભાવ થાય. આ વસ્તુ સંસારમાં જ બેઠાં બેઠાં, અને વિષયોમાં લીન રહેવાથી થાય એમ નથી, કારણ કે ચારે ગતિમાંથી એક પણ ગતિમાં શાંતિ નથી. આથી મોક્ષની સાધનામાં અદ્વિતીય સાધનરૂપ મનુષ્યભવ પામીને, બધીયે આપત્તિઓ ટળે એવો જ ઉપાય યોજવો જોઈએ, પણ આપત્તિ એ આપત્તિરૂપ છે એમ દેખાય તો જ એ ઉપાય યોજાય !
સભા : આપત્તિરૂપ લાગે તો છે અને ખટકે પણ છે !
માન્યું કે ખટકે છે, પણ જો તમારા કહેવા પ્રમાણે ખટકતું જ હોય તો પાપની પ્રવૃત્તિ સહેજે પણ મોળી તો પડવી જ જોઈએ ને ! ત્યાગ ન થાય પણ ચોંટવાપણું તો કેમ જ હોય ? કર્મ અને આત્મા :
સભા : ભવિતવ્યતા કારણ છે ને ? સમ્યગ્દષ્ટિ ભવિતવ્યતા ઉપર જ આધાર ન રાખે. વસ્તુને જે ન જાણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org