________________
૧૧૮
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
14
એવો આધાર રાખે. ચાલતાં જ્યાં જવાય ત્યાં ખરું, એમ તો જે માર્ગ ન જાણે તે કહે, પણ બધા માર્ગ જોયા કે જાણ્યા હોય તે એમ ન જ કહે. આત્મા તથા કર્મનો સ્વભાવ જાણનાર અને પાંચ કારણનાં સ્વરૂપ જાણનાર સમ્યગદૃષ્ટિ આત્મા ભવિતવ્યતા ઉપર જ આધાર ન રાખે. સભા ‘વર્માનુસળી વુદ્ધિ:' એ વાત ખરીને ?
એ વાત માની, તો પણ કર્મના સ્વરૂપને સમજનાર આત્મા કર્મના ઉદયને આધીન ન થાય. કર્મના ઉદયને ભોગવવા એ જુદી ચીજ છે અને આધીન થવું એ જુદી ચીજ છે. કર્મનો વિપાક ઉદયમાં આવે તે દેખાયા વિના જાય નહિ, એટલે ભોગવવો તો પડે, પણ તાબે થવું કે નહિ તે આત્માને આધીન છે. આથી સ્પષ્ટ છે કે ઉદયને ભોગવી લેવામાં હરકત નથી, કારણ કે દરેક મુક્તિગામી આત્માએ શુભ તથા અશુભ ઉદયને ભોગવ્યા છે, એટલે કે સાહ્યબી પણ ભોગવી છે અને તકલીફ પણ ભોગવી છે, પણ ભોગવ્યું અને આધીન ન થયા. એ શુભ તથા અશુભ સંયોગમાં તે તે પ્રકારનો ઉદય માનતા, પણ પોતાને કંઈ નથી એમ માનતા.
આજે તો શુભ ઉદયથી મળેલી સામગ્રીને સારી માની તેના મોહમાં રાચવાનું બને છે અને અશુભના ઉદયથી મળેલી સામગ્રીને બૂરી માની ત્યાં દુર્ભાવના અને દુષ્ટ વિચારો થાય છે. જ્યારે પ્રભુશાસનને પામેલા પુણ્યશાળીઓ તો કહેતા કે શુભ તથા અશુભ સંયોગોથી લાભ-હાનિ પુલને છે, પણ આત્માને કાંઈ નથી, માટે બેય સંયોગોમાં એ સમાન રહેતા, સમચિત્ત રહેતા, અને અશુભ કરતાંય શુભ સંયોગોમાં વધુ વિરાગાવસ્થામાં રહેતા. શુભ સંયોગમાં વિરાગ ધારણ કરતા અને અશુભ સંયોગમાં સમતા ધારણ કરતા. શુભોદયથી મળતા પદાર્થોને અસાર માની, એ પદાર્થોના રાગથી ન રંગાતા અને અશુભ સંયોગોને મળ સાફ કરનાર માનતા. આથી એ સ્પષ્ટ થાય છે કે સારા-નરસા સંયોગો મળે એ કર્મનો પ્રતાપ, એટલે કે કર્મો સારા-નરસા સંયોગો ઊભા કરે એ વાત સાચી, પણ એ બેયમાં આત્મા સાવચેત રહે અને આધીન ન થાય તો કર્મ શું કરે? કર્મનું પ્રાબલ્ય એવું છે કે એ આત્માને વિષમ સંયોગોમાં મૂકે, પણ આત્મા જો સાવધ હોય તો આત્માને દીન બનાવવાની એનામાં તાકાત નથી. એ સંયોગો એવા ઊભા કરે કે ત્યાં ભાગ્યે જ કોઈ અસાવધ આત્મા ટકે. પણ જો આત્મા સાવધ થઈ જાય તો કર્મની તાકાત નથી કે એ તેને દીન બનાવે. સાડા બાર વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org