________________
૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77
ભગવાન શ્રી મહાવીરદેવને ઉપસર્ગ થયા; એ ઉપસર્ગોના સંકટમાં શું કમી હતી ? એમાંના એક ઉપસર્ગના સંકટનો અંશ માત્ર આવે, તો આપણા તો છક્કા પંજા ૨મી જાય, પણ ભગવાન સાવધ રહ્યા તો તેનો વિનાશ કરી સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું. આથી એ વસ્તુ સિદ્ધ છે કે કર્મ ભયંકર સંયોગો ઊભા કરે, કફોડી હાલતમાં મૂકે, પણ દીન બનાવવાનું કામ એનું નથી. દીનતા એ તો પામરતા છે અને એ પામરતા આત્માની છે, પણ બીજા કોઈની નથી.
આત્મા પામર શાથી ?
1205
સભા : એ પામરતા આવી ક્યાંથી ?
કહેવું જ પડશે કે કર્મના ઉદયને આધીન થવાની કુટેવ પડી એમાંથી જ પામરતા જન્મી છે; જો એમ ન માનો અને ‘કર્મોદયથી જ દીનતા આવે' એમ માનો, તો તો કોઈ મુક્તિએ જાય જ નહિ, એટલે કર્મ કોઈને પણ મુક્તિમાં જવા દે જ નહિ. સબળ આત્માઓ મુક્તિએ જાય, પણ સબળતા એ શું ? કહેવું જ પડશે કે સબળતા એટલે આત્માની તાકાત; માટે સમજો કે કર્મની કાર્યવાહી જુદી છે અને આત્માનો સ્વભાવ જુદો છે. કર્મે આત્માના સ્વભાવ ભૂલવવાના સંયોગો કર્યા છે અને સ્વભાવ ભૂલવામાં નિર્બળતા આત્માની છે. મિથ્યાદૃષ્ટિ તો કર્મ તથા આત્માના સ્વભાવને ન જાણે તેથી ભૂલે, પણ સમ્યગ્દષ્ટિ તો એ સ્વભાવની ભિન્નતા સારી રીતે શ્રદ્ધાના યોગે સમજે છે; કર્મનો સ્વભાવ જુદો છે, અને આત્માનો સ્વભાવ જુદો છે, એમ સારી રીતે જાણે છે અને માને છે. તે છતાંય ભૂલે તો માનવું જ જોઈએ કે એ આત્માની નિર્બળતા છે. આત્મા તથા કર્મના સ્વભાવને સમ્યગ્દષ્ટિ આત્મા તો સમજી ચૂકેલો છે, એટલે નિર્બળતા થાય તો પોતાની છે. કોઈ કોઈ વખત કોઈ કર્મ જોર કરી જાય એની ના નથી, પણ કેવળ કર્મના યોગે જ નિર્બળતા થતી હોત, તો તો અનંતા આત્માઓ જે મુક્તિએ ગયા તે ન જાત. મુક્તિગામી આત્માઓ પૈકીના કેટલાય આત્માઓ એવા થયા છે કે જે આત્માઓને અતિ વિકટ સંયોગો મળ્યા હતા. પુણ્યના વિપાકોદયમાં એ જ પુણ્યાત્માઓની સાહ્યબીનો પણ પાર નહોતો અને અશુભોદય વખતે આપત્તિનો પણ સુમાર નહોતો. આજ તો સાહ્યબી પણ શી છ ? લાખ, બે લાખ, કરોડ, અબજ વગેરે, બસને ? આજની રાજઋદ્ધિમાં પણ માલ શા છે ?
૧૧૯
આજના દુઃખમાં પણ તાવ આવે, અમુક રોગ થાય કે કોઈ આવીને સાફ કરી જાય. એમ છતાં સારા સંયોગોમાં આસક્તિ અને નરસા સંયોગોમાં ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org