________________
૨૦: માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો:
90 |
• મનુષ્યોની યોનિ, કુલકોટિ અને વેદના આદિનું આવેદન : ગર્ભવાસની ભીષણતા :
• જન્મનું દુઃખ - • અન્ય દુઃખ તો પ્રત્યક્ષ જ છે : • તો પછી પ્રશંસા કેમ?
વિષય: મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થતાં ગર્ભાવાસ અને જનમ સમયનાં દુઃખનું વર્ણન.
કર્મવિપાકનું વર્ણન કરવાની ઇચ્છાથી ટીકાકાર મહર્ષિએ જે ચાર ગતિરૂપ સંસારનું વર્ણન શરૂ કર્યું છે, તેમાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને પણ કર્મની તથા પ્રકારની પરવશતાથી કેવાં કેવાં દુઃખો સહન કરવો પડે છે, તેનું રોમાંચક વર્ણન કર્યું છે. યોગશાસ્ત્રના શ્લોકોના આધારે પ્રવચનકારશ્રીએ એ જ વસ્તુને વિગતથી સમજાવી છે. એમાં મનુષ્યગતિમાં ગર્ભાવાસનાં અને જન્મનાં કાતિલ દુઃખોનું જે વર્ણન કર્યું છે, તે વાંચતાં હૈયું હાથમાં ન રહે. ગર્ભાવાસનાં દુઃખને તો હજી નરકાવાસની ઉપમા ય મળે છે. જ્યારે જન્મ સમયનાં દુઃખને તો કોઈ ઉપમા જ નથી એટલે એ દુઃખ ભીષણ છે. આવાં દુઃખોથી ભરેલ માનવ જીવન હોવા છતાં એ જ જન્મની જ્ઞાનીઓએ પ્રશંસા કરી છે, તે એક માત્ર મુક્તિસાધક સંયમની અહીં પ્રાપ્તિ થાય એ માટે જ !
મુલાકાત
• વિષય-કષાયમાં રત બનીને યથેચ્છપ વર્તનારાઓના મનુષ્ય ભવને જ્ઞાનીઓએ કદી જ પ્રશસ્યો નથી.
પ્રાપ્ત થયેલા મનુષ્ય ભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજે એનો જ મનુષ્ય ભવ પ્રશંસા કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org