________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
બચી જવું હોય તો સરલહ્રદયી, અશઠ અને શલ્યરહિત બનવું જરૂરી
કારણ કે
૨૯૨
૭.
-
૫
" तिरिया गूढहिअओ सढो ससल्लो"
ગૂઢ હૃદયી, શઠ અને શલ્યવાન આત્મા તિર્યંચગતિના આયુષ્યને બાંધે છે. આ પ્રમાણે ફરમાવીને અનંત ઉપકારી પરમર્ષિઓ સ્પષ્ટપણે સમજાવે છે કે કપટીપણું, શઠપણું, અને સશલ્યદશા એ તિર્યંચગતિમાં જવાનાં જ લક્ષણો છે.
એ કારણે
Jain Education International
1378
જે આત્માઓ એવી અધમ ગતિમાં જવા ન ઇચ્છતા હોય તે આત્માઓએ કપટપ્રપંચયુક્ત દશા, શઠદશા અને સશલ્યદશાથી અવશ્ય બચવું જોઈએ. સશલ્યદશા આદિથી બચવા માટે અર્થકામની લાલસા તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સઘળી જ પૌદ્ગલિક લાલસાઓના ત્યાગી અને એક મુક્તિના જ અર્ધી બનવું જોઈએ. એ સ્થિતિ કેળવ્યા વિના કોઈ જ આત્માએ આજ સુધીમાં મુક્તિપદ સાધ્યું નથી, વર્તમાનમાં સાધતો નથી અને ભવિષ્યમાં સાધશે પણ નહિ.
સંસારની ચાર ગતિઓ પૈકીની બે ગતિઓની દુઃખદ દશા તો આપણે આ પરમર્ષિઓના કથનથી જાણી, પણ જે બે ગતિઓ આપણને મૂંઝવી રહી છે તે મનુષ્યગતિ અને દેવગતિમાં પડેલા પણ કર્માધીન આત્માઓની કેવી દુર્દશા છે એ વસ્તુ આપણે હવે પછી એ જ પરમર્ષિઓના શબ્દોમાં જોઈશું અને એ જોવાથી આપણને સમજાશે કે સંસારની અસારતા વર્ણવવામાં ઉપકારીઓનો ઉદ્દેશ કેવળ આપણને દુઃખમાંથી બચાવવાનો અને સુખના સાગરરૂપ મોક્ષમાં ઝિલાવવાનો જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org