________________
1377
૧૯ : ત્રસગતિનાં દુ:ખો અને કર્તવ્યમાર્ગ 89
૧. શ્રી જિનેશ્વરદેવોએ કલ્યાણ માટે ઉપદેશેલ શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનોમાં પણ અવિધિ ન થઈ જાય તેની અને ઈહલૌકિક પારલૌકિક પૌદ્ગલિક સુખોની આશંસા ન આવી જાય એની પૂરતી કાળજી રાખવી. ૨. હેતુહિંસાથી ભરેલા સઘળા જ દુનિયાદારીના વ્યવહારોમાં અનુબંધ હિંસા ન થઈ જાય તેવી વૃત્તિથી વર્તવા સાથે અયતના ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી.
અયતના ન થઈ જાય તેની કાળજી એટલે -
૩. સચિત્તના ત્યાગી ન બની શકાય તો અને સચિત્તનો ઉપયોગ કરવો જ પડે તો પાણીને ગાળવાનો અને પત્ર, પુષ્પ તથા ફળ આદિને બરાબર તપાસી જોવાનો પૂરેપૂરો ઉપયોગ.
૨૯૧
૪. કૃમિ આદિથી ભરેલા મળનો ત્યાગ કરવા માટે શુદ્ધ ભૂમિની શોધ કરવા વગેરેનો ખ્યાલ.
૫. શરીરની સેવામાં રત હોવાના કારણે કારમાં ઔષધોનો ઉપયોગ ન થઈ જાય તેની સાવચેતી.
૬. ચાલતાં, બેસતાં અને સૂતાં, ઊઠતાં કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતાં જીવઘાત ન થઈ જાય તેની કાળજી રાખવા સાથે કઠોર ઉપકરણાદિનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ.
૭. સાતેય વ્યસનોનો ત્યાગ અને સમ્યક્ત્વપૂર્વક અણુવ્રતાદિ વ્રતોનું સમ્યક્ સેવન.
આવા આવા પ્રકારના ઉત્તમ આચારો પ્રભુશાસનમાં વિહિત કરાયેલા છે. આવા આચારોનું અનુશીલન કરનારા આત્માઓ, જરૂ૨ કર્મના પ્રતાપે અનેક પ્રકારની આપત્તિઓને ભોગવતા ત્રસ તિર્યંચોની આપત્તિઓમાં પોતે નિમિત્તભૂત થતાં અટકી જાય છે અને તેમ થતાં અટકી જવું પ્રભુશાસનને પામેલા આત્માઓ માટે અત્યંત આવશ્યક છે.
2. એ રીતે પ્રથમ કર્તવ્યનું પાલન કરનાર પુણ્યશાળી આત્માઓએ અને અન્ય પણ સુખકાંક્ષી આત્માઓએ, અધમ એવી તિર્યંચગતિમાં તાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org