________________
૨૯૦
16
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૫ – – ઉત્પન્ન થાય છેઅર્થાત્ કોઈ પણ પ્રકારે એ બિચારાઓને સુખ નથી પણ સર્વ રીતે કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે એ કારણે પોતપોતાના કર્મબંધનના કારણથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારના ભયનું વર્ણન કેટલું થાય? અર્થાત્ એ જીવોને ઉત્પન્ન થતાં દુઃખોનું સંપૂર્ણ વર્ણન કરવું એ
શક્ય કે સહેલું નથી. બે કર્તવ્યો ?
આ વર્ણનનું શ્રવણ કરીને કલ્યાણના અર્થી આત્માઓએ બે કાર્ય કરવાનાં છે. એક તો કર્મપરવશ પડેલા એ આત્માઓની આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવું જોઈએ અને બીજું એવી અધમ ગતિમાં લઈ જનારાં પાપકર્મોથી બચી જવું જોઈએ.
1. આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે “એ જીવોને આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવા માટે શું શું કરવું જોઈએ ?” ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. પ્રભુશાસનમાં માનનારાઓએ પ્રભુશાસને પ્રણીત કરેલા આચારોનો ખૂબ ખૂબ અભ્યાસ કરવો જોઈએ અને એ આચારોને જીવનમાં ઉતારવાના અવિરત પ્રયત્નો કરવા જોઈએ. પ્રભુશાસનના આચારો જ એવા છે કે જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે એ જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. અર્થકામના ઉપાસકો માટે એ બનવું અશક્ય જ છે. એ કારણે કહેવું પડે છે કે અર્થકામની પ્રવૃત્તિમાં હૃદયપૂર્વક રાચવું-નાચવું અને પ્રભુશાસનમાં હોવાનો દાવો કરવો એ બની શકે તેમ નથી.
નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વક હિંસા કરવી અને તેને વાજબી ઠરાવવા મથવું એ તો પ્રભુશાસનનો ઉઘાડો જ વિરોધ કરવા જેવું છે. એવો વિરોધ કરવાનું ભાગ્ય તો ઘોર મિથ્યાષ્ટિઓને કે જેઓ સ્વયં ઉન્માર્ગી બનવા સાથે અન્ય આત્માઓને પણ ઉન્માર્ગે ચડાવવાના પ્રયત્નો કરે છે તેઓને જ સાંપડે. નિરપરાધી ત્રસ જીવોની હિંસાથી બેદરકાર બનનારા પણ એ જીવોને થતી આપત્તિમાં નિમિત્તભૂત થતાં, અટકી શકતા નથી. ગૃહવાસમાં રહેલા આત્માઓ ધારે તો પણ સ્થાવર જીવોની હિંસાથી નથી બચી શકતા પણ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવનારા ગૃહસ્થોએ, ત્રસ જીવોની બેદરકારીથી અથવા ઉપયોગશૂન્યતાથી થઈ જતી હિંસાથી તો અવશ્ય બચી જવું જ જોઈએ. ત્રણ જીવોની એ રીતે થઈ જતી હિંસાથી બચવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા આચારો જેવા કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org