________________
1375
૧૯ : સગતિનાં દુ:ખો અને કર્તવ્યમાર્ગ - 89
::
પણ નિરપરાધી સ્થલચર જીવો, શિકાર ખેલવામાં આસક્ત ચિત્તવાળા મનુષ્યો દ્વારા ક્રીડાના હેતુથી અથવા તો માંસની કામનાથી તે તે ઉપાયોપૂર્વક હણાય છે ઃ વળી આપણી દૃષ્ટિએ દેખાતા અનેક પ્રકારના સ્થલચર જીવો, ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિભારનું આરોપણ આદિ દ્વારા અને ચાબુક, અંકુશ અને પરોણાઓથી ઘણી વેદનાને સહન કરે છે.
ખેચરોની દુઃખદ દશા :
‘સ્થલચર’ જીવોની દુઃસ્થિતિનું દર્શન કરાવ્યા બાદ ખેચરોની દુઃખદ દશાનું વર્ણન કરતાં એ જ આચાર્ય મહારાજા ફરમાવે છે કે
-
“ઘેચરાપ્તિત્તિરગુજ-પોતચળાવ: । श्येनसिञ्चनगृध्राद्यैर्ग्रस्यन्ते मांसगृध्नुभिः ।। १ ।। मांसलुब्धैः शाकुनिकै र्नानोपायप्रपञ्चतः ।
સંવૃદ્ઘ પ્રતિહન્યતે, નાનારૂપવિકને ારા”
‘તિત્તિર, પોપટ, પારેવાં અને ચકલાં' આદિ પંચેંદ્રિય હોઈ અને આકાશમાં ચાલનારાં હોવાથી ખેચર કહેવાય છે. એ બધાં પક્ષીઓ, માંસભોજનમાં અતિશય આસક્ત એવાં ‘શ્યુન, સિંચાન અને ગૃધ્ર' આદિ પક્ષીઓ દ્વારા ગ્રસિત કરાય છે અને માંસલુબ્ધ શાકુનિકો-પારધીઓ દ્વારા નાના પ્રકારના ઉપાયોના પ્રપંચથી પકડાય છે અને નાના પ્રકારની વિડંબનાઓથી મરાય છે.
દુઃખ, દુઃખ અને દુઃખ જ :
આ રીતે સઘળાય પ્રકારના તિર્યંચોની દુ:ખદ દશાનું કંઈક વિસ્તારથી વર્ણન કર્યા બાદ તેનો ઉપસંહાર કરતાં અને કર્મવશ પડેલા એ જીવોને સર્વ બાજુથી દુ:ખ સિવાય અન્ય કશું જ નથી એમ સમજાવતાં અનંત ઉપકારી અને કરુણાના સાગર એવા એ જ આચાર્ય મહારાજા દયાર્દ્ર હૃદયથી ફરમાવે છે કે
-
“નાનિશસ્ત્રામિવું, તિરછ્યાં સર્વતો મયમ્ ।
कियद् वावर्ण्यते स्वस्व - कर्मबन्धनिबन्धनम् ।।१।। "
દુષ્કર્મના પ્રતાપે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જલથી ભય ઉત્પન્ન થાય છે, અગ્નિથી ભય ઉત્પન્ન થાય છે અને શસ્ત્ર આદિથી ભય ઉત્પન્ન થાય છે : આ રીતે સર્વ પ્રકારથી તે બિચારાઓને ભય
૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org