________________
૨૦ માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો :
મનુષ્યોની યોનિ, કુલકોટિ અને વેદના આદિનું આવેદન :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કરે છે. સૂત્રકાર પરમર્ષિએ કરેલું એ વર્ણન સહેલાઈથી સમજી શકાય એ માટે ટીકાકાર મહર્ષિએ પ્રથમ સંસારની ચારે ગતિઓની યોનિ આદિનું વર્ણન કરતાં સૌથી નીચતમ નરકગતિની યોનિ, કુલ કોટિ, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે ગતિમાં પડેલા જીવોને ભોગવવી પડતી દારુણ વેદનાઓના પ્રકારો અને તેના સ્વરૂપનો કંઈક ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં પડેલા જીવોના પ્રકાર, તે સઘળાય પ્રકારોની યોનિ અને કુલ કોટિની સંખ્યા કહેવા સાથે તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ કેટલોક ખ્યાલ કરાવ્યો.
હવે એ પરમોપકારી ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકસૂરિજી મહારાજા, મનુષ્યગતિમાં પણ યોનિ અને કુલકોટિ કેટલી છે તથા મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને વેદનાઓ કેવા પ્રકારની છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે"मनुष्यगतावपि चतुर्दशयोनिलक्षा द्वादशकुलकोटीलक्षाः, वेदनास्त्वेवम्भूता इति -
दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोऽप्यसारः, संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किञ्चित् ?।।१।। बाल्यात्प्रभृति च रोगै-र्दष्टोऽभिभवश्च यावदिह मृत्युः । शोकवियोगायोगै-ईर्गतदोषैश्च नेकविधैः ।।२।। क्षुत्तृड्डिमोष्णानिलशीत-दाहदारिद्यशोकप्रियविप्रयोगैः । दौर्भाग्यमानभिजात्य-दास्यवैरूप्यरोगादिभिरस्वतन्त्रः ।।३॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org