________________
1381
૨૦ : માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો - 90
મનુષ્યગતિમાં પણ યોનિઓ ચૌદ લાખ છે અને કુલ કોટિઓ બાર લાખ છે તથા વેદનાઓ તો વિવિધ પ્રકારની છે. જેવી કે -
આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને સ્ત્રીની કુક્ષીની અંદ૨ ગર્ભવાસમાં જ દુઃખ છે અને જન્મ પામ્યા પછી બાલપણામાં પણ દુઃખ છે, કારણ કે બાલપણામાં મળથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દૂધનું પાન કરવું પડે છે તથા તરુણપણામાં પણ વિરહથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. આવી અવસ્થામાં- કે મનુષ્યો ! જો મનુષ્યગતિમાં સ્વલ્પ પણ કિંચિત્ સુખ હોય તો તમે ખુશીની સાથે બોલો, વળી -
અરે આ મનુષ્યગતિમાં બાલ્યકાલથી આરંભીને યાવતુ મૃત્યુ થાય ત્યાં સુધી મનુષ્ય રોગરૂપી ઉરગોથી ડસાયેલો રહે છે અને શોક, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ તથા અનેક પ્રકારના દુર્ગત દોષોથી મનુષ્યનો અભિભવ થયા જ કરે છે. તથા -
-
સદાને માટે મનુષ્ય ક્ષુધા, તૃષા, હિમ, ઉષ્ણ, અનિલ, શીત, દાહ, દારિત્ર્ય, શોક અને પ્રિયનો વિપ્રયોગ તથા દૌર્ભાગ્ય, મૂર્ખતા, અમનોહરતા, દાસપણું, ખરાબ રૂપવાળાપણું અને રોગ આદિથી અસ્વતંત્ર એટલે પૂરો પરતંત્ર છે. ગર્ભવાસની ભીષણતા :
આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મપરવશ આત્માઓને સહજ પણ સુખ નથી, કારણ કે કર્મયોગે આવી પડતી આપત્તિઓ મનુષ્યને મને કે કમને સહવી જ પડે છે.
૨૯૫
કોઈ પણ મનુષ્ય એવો નથી કે જેને મનુષ્યગતિમાં આવતાં ગર્ભવાસનું દુઃખ વેઠવું ન પડતું હોય અને ગર્ભવાસનું દુઃખ એટલું બધું ભીષણ છે કે જેનું વર્ણન સાંભળતાં આસ્તિક હૃદય કંપી ઊઠ્યા વિના રહે જ નહિ.
ગર્ભવાસના દુઃખનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે -
“ના રુના મૃતિરૂં, ન તથા દુ:હારાં । गर्भवासो यथा घोर नरके वाससत्रिभः ।।१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org