________________
૨૯૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
- 18:
વૃદ્ધાવસ્થા, રોગ, મરણ અને દાસપણું તેવું દુઃખનું કારણ નથી કે જેવું દુઃખનું કારણ ગર્ભવાસ છે, કારણ કે ગર્ભવાસને અન્ય કોઈ ઉપમા લાગુ નથી પડતી પણ એક ભયંકર નરકાવાસની જ ઉપમા લાગુ પડી શકે તેમ
છે, એટલો બધો ભયંકર મનુષ્ય માટે એક ગર્ભવાસ છે અર્થાત્ મનુષ્યનો ગર્ભવાસ એટલે એક જાતનો ભયંકર નરકાવાસ એટલે એ પ્રાથમિક ગર્ભવાસની આગળ વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગોનું દુઃખ, મરણનું દુઃખ અને દાસપણાનું દુઃખ પણ કશા જ હિસાબમાં નથી અને એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસનું દુઃખ કર્મથી પરતંત્ર બનેલા મનુષ્યમાત્રને ભોગવ્યા વિના ચાલી શકતું જ નથી. ગર્ભવાસના દુઃખનો ખ્યાલ :
એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસના દુઃખનો ખ્યાલ કરાવવા માટે એ જ સૂરિપુરંદર જણાવે છે કે –
મિનિવમિ-કળ તિરોમ વત્તા
दुःखं नरस्याष्टगुणं, तद् भवेद् गर्भवासिनः ।।१।। અગ્નિ જેવા વર્ણવાળી બની જાય તેવી રીતે તપાવેલી સોયોથી રોમેરોમે ભેદાઈ ગયેલા મનુષ્યને જે દુઃખ થાય તેના કરતાં પણ આઠગણું દુઃખ ગર્ભમાં વસતા મનુષ્યને થાય છે. અર્થાત્ કોઈ એક મનુષ્ય, કોઈ મનુષ્યના શરીરમાં જેટલા રોમ છે તે દરેકેદરેક રોમમાં એકીસાથે તપાવી તપાવીને અગ્નિ જેવા વર્ણવાળી બનાવેલી સોયો ખોસી દે અને તેથી તે મનુષ્યને જેટલું દુઃખ થાય તેના કરતાં આઠગણું દુઃખ ગર્ભમાં વસતા કર્મપરતંત્ર આત્માને થાય છે. જન્મનું દુઃખ -
વળી એવા ભયંકર ગર્ભવાસમાં જે દુઃખ છે તેના કરતાં જન્મ સમયે મનુષ્યને જે દુઃખ થાય છે તે તો કોઈ વચનાતીત જ થાય છે. એ જ કારણે જન્મ સમયના દુઃખનું વર્ણન કરતાં એ પ્રવચનપારદર્શી સૂરિપુરંદર ફરમાવે છે કે -
“योनियन्त्राद् विनिष्कामन्, यद् दुःखं लभते भवी । गर्भवासभवाद् दुःखात्, तदनन्तगुणं खलु ।।१।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org