________________
1983 — ૨૦ : માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો - 90 – ૨૯૭
યોનિરૂપ યંત્રમાંથી વિષમ વેદનાપૂર્વક નીકળતો સંસારી જે દુખ મેળવે છે તે દુઃખ તો ગર્ભવાસમાં થતા દુઃખથી સોગણું નહિ, હજારગણું નહિ, લાખગણું નહિ, કરોડગણું નહિ, અબજગણું નહિ, પરાર્ધ ગણું
નહિ અને અસંખ્યગણું પણ નહિ પરંતુ અનંતગણું છે. અર્થાત કારમાં ગર્ભવાસમાં થતા દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકે છે, પરંતુ જન્મ સમયના દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકતી નથી એવું કારમું દુઃખ મનુષ્યને જન્મ સમયે ભોગવવું પડે છે. અન્ય દુખ તો પ્રત્યક્ષ જ છે :
ગર્ભવાસ અને જન્મ સિવાયનાં જે દુઃખો છે તે તો સૌ કોઈને જો જુએ તો પ્રત્યક્ષ જ છે , કારણ કે બાલપણાનું દુઃખ, યૌવનપણામાં વિરહના યોગે થતું દુઃખ અને વૃદ્ધપણાની વેદનાઓ કોને અપ્રત્યક્ષ છે ? રોગોની દુરંતતા કયો મનુષ્ય નથી વેદતો ? શોકાદિની પીડા અને અનેક પ્રકારના દોષોનો પરાભવ કયા મનુષ્યને પ્રત્યક્ષ નથી ? સુધા આદિની પીડાઓ કયા મનુષ્યને ભોગવવી નથી પડતી ? દર્ભાગ્ય આદિના ઉપદ્રવોથી કોણ કોણ નથી રિબાતું ?' અર્થાતુ ગર્ભવાસ અને જન્મના દુઃખ સિવાયનાં અન્ય દુઃખો તો પ્રાયઃ સૌને પ્રત્યક્ષ જ છે – કેટલાંક પોતાના ઉપર તો કેટલાંક પરની ઉપર. તો પછી પ્રશંસા કેમ ?
જો આ રીતે મનુષ્યગતિમાં પણ દુઃખ સિવાયની વાત નથી તો પછી મનુષ્યભવની પ્રશંસા કેમ ? આ પ્રશ્ન, મનુષ્યભવની પ્રશંસાના હેતુને નહિ સમજનારાઓના અંતરમાં સહેજે ઉદ્ભવે એની ના નથી, કારણ કે “જ્ઞાનીઓના કથનને શ્રદ્ધાહીનપણે ફાવતી રીતે ઉપાડી લેનાર આત્માઓને એવા પ્રશ્નો ઉદ્ભવે એમાં કશું જ આશ્ચર્ય નથી.” પણ એવાઓએ સમજવું જોઈએ કે વિષયકષાયમાં રત બનીને યથેચ્છપણે વર્તનારાઓના મનુષ્યભવને જ્ઞાનીઓએ કદી જ પ્રશંસ્યો નથી. “અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માઓએ તેઓના જ મનુષ્યભવને પ્રશસ્યો છે કે જેઓએ પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજ્યો છે' આ વાત એવાઓએ બરાબર સમજી લેવા જેવી છે અને સમજીને સદાય યાદ રાખવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org