________________
1055
૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજે - 71 -
સંસારી ને સંયમીનું અંતર :
સભા: વિષય ભોગવવાથી તૃપ્તિ થાય, એ છતાં આ દશા ?
જેની આશામાં પડ્યા છો, તેમાં તૃપ્તિ આપવાનો ગુણ જ નથી. તૃપ્તિની માન્યતામાં જ અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી બચાવવાની જ આ મહાત્માઓની ભાવના છે. માંદો, વૈદ્ય અને ડોક્ટરને બોલાવે અને કડવી દવા પણ પીએ, પણ શા માટે ? ફરીને સારું સારું ખાવા માટે, નોકરી-ચાકરી-વ્યવસાય એ બધી બાદશાહી માટે, માટે તમારી ગમનાગમન વગેરે બધી ક્રિયાઓ પાપરૂપ અને મોક્ષસાધક સાધુની બધી ક્રિયા સંયમ માટે છે. સંસારીઓનું ધ્યેય બંગલો મોટો કરવાનું, બગીચો સુધારવા-વધારવાનું કે નામના મોટી કરવાનું, માટે જ તેમની બધી ક્રિયા આશ્રવરૂપ છે, પાપરૂપ છે. તેઓ પીડા ભોગવે તે પણ એવી કે નવી પીડા લાવે. તેઓની પીડા પણ નવી પીડાને લાવનારી છે. જ્યારે સાધુની પીડા નવા સુખને લાવનારી છે. વિષયાસક્ત આત્માઓ તો કેટલાયગણી પીડા ખરીદ કરી રહ્યા છે. તકલીફ ભોગવીને નવી તકલીફ ખરીદી રહ્યા છે ! તેવાઓની બધી જ કાર્યવાહી હાનિકારક છે, જ્યારે મુનિની બધી જ કાર્યવાહી ફળદાયક છે. તેવાઓની મહેનત નવી મહેનતને વધારે છે અને સાધુની મહેનત શાંતિ આપે છે. એ સમજાય તો તમારો અને અમારો મત એક થાય. એ સમજવા માટે જ તમે આવો અને વાત સમજાવવા વચ્ચે જેટલાં ઝાંખરાં હોય તે અમારે ઉખેડવાં જોઈએ. ન ઉખેડીએ તો સમજાવી શકીએ નહિ. જેના હૈયામાં શાસન વસ્યું છે અથવા શાસનમાં જેનો આગેવાનીભર્યો ભાગ છે તેની એ ફરજ છે કે ગમે તે ભોગે કલ્યાણાર્થી આત્માને કલ્યાણમાર્ગમાં વચ્ચે આવતાં વિદનો ટાળે. સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક્ત અને મિથ્યાત્વની વચ્ચે ઊભો રહે ? કોઈ પૂછે કે “બેમાં સારું કયું ? તો હું નહિ કહું, તારી મેળે શોધી લે’ - એમ કહે ? છતી શક્તિએ ઉપેક્ષામાંય વિરાધના : સભા : શક્તિ પ્રમાણે ભક્તિને ?
એ વિષય જુદો. થેલીમાંથી દેવું હોય ત્યાં એ લાગુ પડે, અગર ક્યાંય જવું હોય અને પોતે માંદો હોય તો કહે કે આવી શકીશ નહિ : સાજો હોય તો આવવાની ના ન કહે. આ તો કોઈ પૂછે કે સાચું આ કે આ ? ત્યારે સત્યને જાણનાર સત્ય બતાવે કે નહિ ? મોઢેથી ન બોલે ? તો કાનમાં તો ફૂંક મરાયને ? પણ “તારી મેળે શોધી લે, હું એ ઝઘડામાં પડવા નથી માગતો” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org