________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1094
દુઃખ છે ! આ દશામાં ક્ષણિક સુખનો હિસાબ શો ? ચોમેર જ્વાળા સળગતી હોય
ત્યાં વચ્ચે મિષ્ટાન્ન ભાવે ? પાંચે ઇંદ્રિયોના ભોગની સામગ્રી ભરી છે, પણ ચોમેર લાહ્ય લાગી છે, તો ત્યાં ભોગવવા રહેશો ? વિષયપ્રાપ્તિ માટે એ આત્માની દીનતા કેટલી હોય છે ? ઇષ્ટ રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ માટે આત્મા જે દીનતા સેવે છે, તે દીનતા જો શ્રી તીર્થંકરદેવની સેવા માટે સેવે તો કામ થઈ જાય, એ આત્મા ન્યાલ થઈ જાય. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો ક્ષણિક સુખમાં નિમગ્ન હોય જ નહિ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો એ આત્મા ઉપર મહોરછાપ મારી છે કે “સમ્યગ્દષ્ટિ આત્મા “મવીધો ન રમત્તે’ - ભવસાગરમાં રમે નહિ.” જો આવી ભાવના ન હોય તો તો એમ જ કહેવાય કે એને શ્રી જિનેશ્વરદેવનું શાસન પરિણામ જ પામ્યું નથી. એ શાસન પામેલા આત્માને આધિ, વ્યાધિ અને ઉપાધિ દુઃખ ન દે એને દુઃખ સ્પર્શે પણ નહિ એ તો આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સુખી હોય. એ તો માને કે સંસારનો સ્વભાવ જ એ છે : સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય જ. જો એ ન જોઈએ તો સંસારનો ત્યાગ જ કરવો જોઈએ અને જો સંસારમાં રહ્યો તો એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સમ્યગ્દષ્ટિ આત્મા દુઃખ ન માને.
સંસાર એટલે શું? જે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો તે જ સંસાર. સંસાર એનાથી રહિત નથી. જેટલા પ્રમાણમાં સંસારનો સંસર્ગ છૂટે, તેટલા પ્રમાણમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ છૂટે. આત્મા જેટલા પ્રમાણમાં સંસારમાં ચોંટે, તેટલા પ્રમાણમાં તેને આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે. સંસારના પદાર્થો, વિષયો મેળવવામાં કેટલું દુ:ખ, સાચવવામાં કેટલી ગુલામી, એ તો એ ગુલામી કરનાર જ જાણે : ચાલી જાય ત્યારે દીનતાનો પાર નહિ : અગર છોડવી પડે તોયે સુખે મરાય નહિ અને આટલું છતાં વિપાકનું દુઃખ તો વ્યાજમાં ઊભું જ છે. એનું વ્યાજ પણ ભયંકર છે. એ વિપાકો પણ ક્યાં સુધી ? કદી અસંખ્યાતા વર્ષો સુધી પણ નભે. આવું જાણનાર પણ ક્ષણિક સુખમાં મૂંઝાય તો એની દશા વૃક્ષો જેવી જ છે ને, કે જેથી છતી સામગ્રીએ પણ મોક્ષના પરમ સાધનરૂપ સંયમને પામી ન શકે.
ખરે જ, માનસિક અને કાયિક પીડા આવે ત્યારે બૂમો મારે, રાડારાડ પાડે, ભયંકર ચીસો પાડે, “મરી ગયા, કોઈ છોડાવો’ એમ પણ બોલે, પણ એમને કોઈ મહાત્મા કહે કે “અહીં આવો' તો તો એ ના જ પાડે. એ ચોખ્ખું કહી દે કે ત્યાં આવવા બૂમ નથી મારતો, પણ અહીં રહીને સારો થઈ પાછો ભોગવવા માટે બૂમ મારું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org