________________
1093
- ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજ -- 71 -
-
છે. સ્વાદની લાલસાના યોગે દુઃખમાં પણ સુખ મનાય છે. વેપારીને પૂછો કે મોસમમાં શી હાલત હોય છે ? સટોડિયાની તો રોજ એ જ હાલત. એને ચોવીસે કલાક મનની ચિંતા હોય, કેમ કે એ ધંધો જ એવો છે. એના મનમાં પ્રાયઃ શાંતિ હોય જ નહિ. ચિંતાની સગડી છાતી ઉપર હોય જ , પણ એ પીડા પીડા તરીકે નથી દેખાતી કેમ કે રૂપ, રસ ગંધ, સ્પર્શ અને શબ્દમાં ચિત્ત ખૂબ જ ચોંટ્યું છે. બહુ પીડા થાય ત્યારે રુએ, બૂમો અને ચીસો પાડે, હાય મા - હાય બાપ કરે, પણ દુઃખ ગયું કે પાછો એનો એ.
વિષયસુખમાં શરૂઆતમાં પણ દુઃખ, મેળવતાં પણ દુઃખ, ભોગવતાં પણ દુ:ખ અને નાશ વખતે પણ દુ:ખ : પણ ક્ષણિક સુખ માટે આ બધાં દુઃખ છે, એમ જચતું નથી. એથી જ આ દશા છે, અન્યથા સંસારમાં સુખ શું છે તે સમજાવો. ધર્મમાં દુઃખ કહો છો તો ત્યાં દુઃખ શું ને સંસારમાં સુખ શું, એ સમજાવશો ? સંસાર એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ :
સભા : મુનિપણામાં તો દેહની શુશ્રુષાનો ત્યાગ કરવો પડે છે ને ?
એ દેહની શુશ્રુષામાં સુખ શું એ સમજાવો ! સામગ્રી મેળવવામાં, સાચવવામાં, ઓછું દુઃખ છે ? આવેલું જાય તો ? અને સામગ્રી મેળવવા ઇચ્છનારની દીનતા કેવી ? દેહશશ્રષાના અભાવે બાહ્ય દૃષ્ટિએ સંયમ કઠિન દેખાય છે, પણ એ દૃષ્ટિ ફેરવાય તો સંયમ જેવી સહેલી ચીજ કોઈ નથી. શરીરની સેવા માટે સામગ્રી મેળવવામાં, સાચવવામાં શી દશા છે તથા જાય ત્યારે કઈ હાલત છે, એ તમે તમારી જાતે પોતાની જાત પર વિચારો. માત્રા સુખની વધારે છે કે દુઃખની ? સુખ કેટલું ? દરેક વસ્તુ સ્પષ્ટ કહેવાય એવી નથી, પણ વિચારો કે સુખ કેટલું ? વસ્તુ મોંમાં મૂકી શકીએ એટલું. જોઈ, સાંભળી અને ભોગવી શકીએ એટલું. જે જે ઇંદ્રિયને ઘટે તેવું કલ્પો, પણ એ એક ક્ષણ સુખ; બાકી પૂર્વે, પશ્ચાતું અને પરિણામે દુઃખ. ક્ષણિક સુખ પ્રતિ દૃષ્ટિ રાખી, આ બધાં દુઃખ ભૂલે એ ડાહ્યો કે ઘેલો ?
સભા: પણ એવા પોતાને ગાંડો માને ?
ગાંડાનું લક્ષણ જ એ કે પોતાને ડાહ્યો કહે. ગાંડા પોતાને ગાંડા કહે, તો એ ગાંડા જ શાના ?
પૂર્વ, પશ્ચાતું અને પરિણામનું દુઃખ ભૂલી જાય અને ક્ષણિક સુખમાં ડોલે, એને કઈ કોટિમાં મૂકવો ? સામગ્રીની પ્રાપ્તિમાં સંકટની સીમા નથી, રક્ષામાં દુઃખનો પાર નથી, ચાલી જાય તો પણ ચિંતાની કમી નથી અને છોડવું પડે તો પણ ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org