________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
હાંકનાર ન હોય તો શી રીતે ચાલે ? દુનિયાના જીવોને પ્રેરક છતાં વિષયલાલસાને લઈને એ ધર્મ નથી કરતા, તો અવળી પ્રેરણા થાય તો શી રીતે કરે ? પોતે ઇચ્છે એવું આપનાર મળે તો પછી કમી પણ શી રહે ?
૭
વિષયનો પ્રેમ એમને એવા ગાંડા બનાવે છે કે તેઓ આપત્તિને પણ ગણતા નથી.વિષયાધીનોને માનસિક પીડા તો ચાલુ હોય છે જ અને ધર્મના પરિણામે સુખ જાણવા છતાંયે કઈ વસ્તુ એવી છે કે જે આત્માને વિષયોમાં રમાડે ? કહેવું જ પડશે કે વિષયોમાં આસક્ત બનાવનાર કર્મ ! આથી જ કહે છે કે શ્રી તીર્થંકરદેવો સુખદુઃખનાં સાધનો બતાવે, પણ દુઃખનાં સાધનોને તજવાં તથા સુખનાં સાધનોને સ્વીકારવાં, એ તો જીવોની કર્મલઘુતાને જ આધીન છે. ખરેખર, દુનિયાના કર્મવશ આત્માઓ માટે જ્ઞાનીઓએ આપેલ વૃક્ષોની ઉપમાને જ તેઓ યોગ્ય છે.વિષયવાસનાનાં મૂળ એવાં ઊંડાં છે કે જ્યાં વિષયો છોડવાના હોય તે સ્થાનમાં પણ એ યાદ આવે ! સારા રૂપરંગ મળવાની ત્યાં પણ ઇચ્છાઓ કરે અને એને લઈને ડૂબે. આપત્તિ વખતે બૂમ પણ પાડે, ચીસ પણ પાડે, પણ આપત્તિ જાય એટલે પાછો હતો ત્યાંનો ત્યાં. રાસભને ગમે તેવું સ્નાન કરાવો તો પણ રાખ મળે કે લોટે. માટે તો એનો માલિક એને નવરાવે નહિ. વિષયાધીનની એ હાલત છે કે એને ગમે તેવો સમજાવો, પણ સામગ્રી મળે કે ઝટ ત્યાં ઝૂકે. આ દશામાં ધર્મનો ઉપદેશ શી અસર કરે ? આથી સ્પષ્ટ છે કે ધર્મી થવું હોય તો વિષયોથી વિરક્ત થવું પડશે.
1092
ન
આજ કહે છે કે ‘વૈરાગ્ય આવતો નથી, આવે છે તો ટકતો નથી.' પણ શાનો આવે અને શાનો ટકે ? આત્મા ગોઠવાયેલો જ રાગમાં હોય ત્યાં શું થાય ? સર્વવિરતિ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ થવું હોય, તો વિષયથી પાછા હઠવું જ પડશે. જ્યાં સામગ્રી મળે કે લોટી જ જવાનું હોય ત્યાં શું થાય ? ધર્મીએ રાગનાં મૂળ પાતળાં ક૨વાં જોઈએ. રાગ ન ઘટે, વિષયવાસના પાતળી ન પડે, ત્યાં સુધી કાંઈ ન થાય. ખામી એક જ છે કે વિષયાધીનતા મોજૂદ છે. મોહનો ઉદય ન હોય, ‘હું’ અને ‘મારાપણું' ન હોય, તો જ સાચા સુખનો અનુભવ થઈ શકે. બાકી જ્યાં મોહનો ઉદય ચાલુ હોય, ‘હું’ અને ‘મારાપણું’ જીવતું હોય, ત્યાં સુધી તો એ દશામાં સુખ છે જ નહિ. આમ છતાં મોહાધીન જીવોની દશા જ જુદી હોય છે. એને દુઃખમાં સુખનો અનુભવ થાય છે. માટે તો સંસારમાં સુખનો વખત ઘણો ઓછો અને દુ:ખનો વખત ઘણો, છતાંય ત્યાં આનંદ. એ મોહનું સામ્રાજ્ય નહિ તો બીજું શું છે ? ભરગરમીમાં ચૂલા આગળ ગરમી કેટલી લાગે છે ? છતાં પણ ખાવાની લાલસાને લઈને ગ૨મી વેઠીને પણ રસોઈ બનાવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org